Charotar Sandesh
ક્રાઇમ સમાચાર ચરોતર

એસીબીનો સપાટો : સોજિત્રાનો લાંચીયો પોલીસ કોન્સ્ટેબલ રૂ. ૧૫ હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

પોલીસ કોન્સ્ટેબલ

લાંચિયાએ ડિફોલ્ટરના વાહન ખેંચવા બાબતે ફાયનાન્સના કંપની પાસેથી લાંચ માંગી હતી

આણંદ : એન્ટી કરપ્શન બ્યુરો એ ભ્રષ્ટાચારને કંટ્રોલમાં લાવવા લોકોને જાગૃત કરતી આવી છે, જેને લઈ કેટલાક લાંચીયા અધિકારીઓ લાંચ લેતા ઝડપાતા હોય છે. ત્યારે આજે સોજીત્રાનો પોલીસ કોન્સ્ટેબલ ડિફોલ્ટરના વાહન ખેંચવા બાબતે રૂપિયા ૧૫ હજારની લાંચ લેતા એસીબીની ટ્રેપમાં ઝડપાતા ચકચાર મચી જવા પામી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, ફરીયાદી રીકવરી ઓફિસર તરીકે તમામ પ્રકારના વાહનો કે જેનો ફાઇનાન્સનો માસિક હપ્તો ડીફોલ્ટ થયેલ હોય તેવા વાહનો જે તે વાહન માલિક પાસેથી પરત ખેંચવાનું કામ કરે છે.

આ કામગીરી માટે કંપની તરફથી તેમને અધિકૃત કરવામાં આવેલ, આરોપીએ સોજીત્રા ખાતે વાહનો કે જેના ફાઇનાન્સના હપ્તા બાકી હોય તેને સીઝ કરવા હોય તો માસિક રૂ. ૧૫,૦૦૦ /- લાંચ તરીકે વહેવાર પેટે આપવા પડશે તેવું જણાવી વહીવટ કર્યા સિવાય જો કામ શરૂ કર્યુ તો ખોટી રીતે વાહનની લુંટ અને ચોરીના કેસમાં ફસાવી દેવાની ગર્ભિત ધમકી આપેલ. ફરીયાદી ફાઇનાન્સ ડીફોલ્ટ થયેલ વાહનો પરત ખેંચવાનું કાયદેસરનું કામ કરતા હોય જેથી લાંચની રકમ ફરીયાદીશ્રી આપવા માંગતા ન હોય એ.સી.બી. નો સંપર્ક કરી ફરીયાદ આપતાં આજ રોજ લાંચનું છટકુ ગોઠવતાં આરોપીએ પંચ રૂબરૂ હેતુલક્ષી વાતચીત કરી રૂ. ૧૫,૦૦૦ /- લાંચ પેટે સ્વીકારી પકડાઇ જઇ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Other News : બીકાનેર-દાદર ટ્રેનમાં મુસાફરની એક લાખની મત્તા ભરેલ બેગ ચોરાતાં આણંદ રેલવે મથકે ફરિયાદ નોંધાઈ

Related posts

આણંદમાંથી ઝડપાયું રાજ્યવ્યાપી આર.સી. બુક કૌભાંડ : ૧૨૫૨ નકલી આરસી બુક મળી

Charotar Sandesh

ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ સફાળું જાગ્યું : શાળાની આસપાસ ફાસ્ટ ફૂડ વેચવા પર પ્રતિબંધ…

Charotar Sandesh

આગામી સપ્તાહમાં ફરીવાર વાસદ ટોલનાકા પર આંદોલનની ચીનગારી સળગે તેવી શકયતાઓ…

Charotar Sandesh