Charotar Sandesh
ક્રાઇમ સમાચાર ચરોતર

ખંભાતના શક્કરપુરમાં થયેલ પથ્થરમારામાં ઝડપાયેલ આરોપીઓએ રિમાન્ડ દરમ્યાન કર્યો મોટો ખુલાસો

ખંભાતના શક્કરપુર

આણંદ : રાજ્યમાં રામનવમી પર્વ નિમિત્તે ઠેર-ઠેર શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, ત્યારે ખંભાત અને સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં રામનવમીની શોભાયાત્રામાં બે જૂથ વચ્ચે પથ્થરમારો થયો હતો.

રામનવમી પર્વ યોજાયેલ ની શોભાયાત્રામાં થયેલ આ હિંસા ફેલાવવાનું કાવતરું ઘડવામાં આવ્યું હતું, જેમાં પોલીસે ૩ મૌલવી અને અન્ય બે શખ્સોએ આ ષડયંત્ર ઘડ્યું હોવાનું સામે આવ્યું હતું અને શોભાયાત્રામાં હુમલા માટે બહારથી લોકોને બોલવાયેલ હતા, પોલીસે બે શખ્સો મુસ્તકીમ મૌલવી, મતીન મોહસીન નામના ૩ ભાઈઓની અટકાયત કરાઈ હતી.

ફુલપ્રુફ પ્લાન ઘડવામાં આવેલ અને તેઓએ પથ્થરમારાની ઘટના માટે ત્રણ વખત મિટીંગ કરી હોવાની કબુલાત કરેલ છે

પોલીસે સીસીટીવી ફુટેજની આધારે માહિતી એકત્ર કરવામાં આવી રહી છે

જેમાં અલગ-અલગ પોલીસની ટીમે છ જેટલા આરોપીઓના રિમાન્ડ મંજુર કરી પુછપરછ હાથ ધરવામાં આવેલ, દરમ્યાન પોલીસ આગવી ઢબે માહિતી મેળવતા જાણવા મળેલ કે આ ફુલપ્રુફ પ્લાન ઘડવામાં આવેલ, અને તેઓએ પથ્થરમારાની ઘટના માટે ત્રણ વખત મિટીંગ કરી હોવાની કબુલાત કરેલ છે. આ મિટીંગ મુખ્ય સુત્રધાર મૌલવ અને જામશેદના ઘરે યોજાઈ હતી, જેથી પોલીસે સીસીટીવી ફુટેજની આધારે માહિતી એકત્ર કરવામાં આવી રહી છે.

આ હિંસામાં જિલ્લા પોલીસે જમશેદખાન જોરાવરખાન પઠાણ, પરવેઝ ઉર્ફે બાબુ લતીફ પઠાણ, માજીદ ઉર્ફે માદલો યાસીન મલેક, મહંમદસફીક અબ્દુલકાદર મલેક, તહેબાજહુસેન મહંમદ મલેક, વાજીદહુસેન મુસ્તાક મલેકની ધરપકડ કરવામાં આવેલ, આ સાથે વસીમ રસીદ મલેક, આરીફશા અમનશા દિવાન, સફાકત હુસેન ફારૂક મલેક, ફારૂક મુજાદ મલેકના ફર્ધર રિમાન્ડ મંજુર કરી વધુ પુછપરછ હાથ ધરાઈ છે.

હાલ પોલિસના રિમાન્ડ ઉપર જમશેદ જોરાવર પઠાણ અને માજીદ ઉર્ફે માદલો યાસીન મલેક છે, જેમાં વધુ પથ્થરમારો કરનાર શખ્સોના નામ ખુલશે.

Other News : હવે પરવાનગી વગર કોઈ સરઘસ કે ધાર્મિક શોભાયાત્રા નીકળશે નહીં, જુઓ કઈ સરકારે નિર્ણય લીધો

Related posts

ખંભાત શહેરમા કોમી એકતા રક્તદાન શિબિરનુ આયોજન : ૨૧૮ રકતદાતાઓએ રક્તદાન કરેલ

Charotar Sandesh

આગામી મકરસક્રાંતિ પર્વને લઈ તંત્રએ કેટલાક પ્રતિબંધો ફરમાવ્યા

Charotar Sandesh

લશ્કરમાં ભરતી પૂર્વે યોજાનાર પરીક્ષાલક્ષી નિવાસી તાલીમ વર્ગમાં જોડાવા અરજી કરે

Charotar Sandesh