Charotar Sandesh
સ્પોર્ટ્સ

IPL 2022ના પોઈન્ટ ટેબલમાં ગુજરાત ટાઈટન્સ સૌથી ટોચ પર : જુઓ પોઈન્ટ ટેબલ

IPL 2022ના પોઈન્ટ ટેબલ

અમદાવાદ : સૌથી લોકપ્રિય IPL 2022માં ૩૦ મેચ પૂરી થઈ ગયેલ છે ત્યારે પોઈન્ટ ટેબલમાં ગુજરાત ટાઇટન્સ (gujarat titans) સૌથી ટોચ પર છે. અને આઈપીએલની ૬ મેચમાં ૫ જીત સાથે ગુજરાતની ટીમના ૧૦ પોઈન્ટ મેળવ્યા છે.

રાજસ્થાન રોયલનો યુઝવેન્દ્ર ચહલે જબરદસ્ત પર્ફોમન્સ સાથે આ સિઝનમાં ૧૭ વિકેટ લઈ સૌથી વધુ વિકેટ લેનાર બોલર બન્યો

ગુજરાતની ટીમ ૮-૮ point પર ૪-૪ જીત સાથે ચાર ટીમો રાજસ્થાન રોયલ, LGS, રોયલ ચેલેન્જર બેંગ્લોર તેમજ SRH પછી રહેલ છે. બીજી તરફ રાજસ્થાન રોયલ્સ (rajasthan royal) ખેલાડીઓએ પર્પલ અને ઓરેન્જ કેપ જાળવી રાખેલ છે. રાજસ્થાન રોયલ (rajasthan royal) નો યુઝવેન્દ્ર ચહલે જબરદસ્ત પર્ફોમન્સ સાથે આ સિઝનમાં ૧૭ વિકેટ લઈ સૌથી વધુ વિકેટ લેનાર બોલર બન્યો છે.

ગત વર્ષે હાર્દિક પંડ્યા મુંબઈ ઈન્ડીયન્સ (mumbai indians) માં હતો, ત્યારે આ વર્ષે તેના નેતૃત્વવાળી ગુજરાત ટાઈટન્સ ૬ મેચમાં ૫ જીતી ટોમ ઉપર રહેલ છે જ્યારે આરઆર, લખનઉ સુપર જાયટન્સ, આરસીબી તમામના ૮-૮ પોઇન્ટ સાથે રનરેટના આધારે અનુક્રમે ર જા, ત્રીજા, ૪થા અને પમાં ક્રમાંક ઉપર રહેલ છે.

નોંધનીય છે કે, ગત આઈપીએલની મેચોમાં જબરદસ્ત પર્ફોમન્સ કરનાર ચેન્નઇ સુપર કિંગ્સ (CSK) અને મુંબઈ ઈન્ડિયન્સ આ સિઝનમાં ટોચનું સ્થાન પ્રસ્થાપિત કરી શકી નથી, સીએચકે એ ૬ માંથી ૧ જીત અને ૫ હાર સાથે પોઇન્ટ ટેબલમાં નવમાં ક્રમે, જ્યારે મુંબઈ ઈન્ડિયન્સ છ હાર સાથે છેલ્લો ૧૦મા ક્રમાંક ઉપર રહેતા ફેન્સમાં નિરાશા છવાઈ છે.

TeamsMatWonLostPts
Gujarat Titans65110
Rajasthan Royals6428
Lucknow Super Giants6428
Royal Challengers Bangalore6428
Sunrisers Hyderabad6428
Kolkata Knight Riders7346
Punjab Kings6336
Delhi Capitals5234
Chennai Super Kings6152
Mumbai Indians6060
IPL ૨૦૨૨ના પોઈન્ટ ટેબલ

Other News : શ્રીલંકામાં આર્થિક સંકટ સર્જાયુું : પેટ્રોલ ૩૩૮ રૂપિયા પ્રતિ લિટર મળી રહ્યું છે

Related posts

પ્રથમ પિંક બોલ ટેસ્ટની તૈયારી માટે બાંગ્લાદેશ અને ઇન્ડિયા ૨ દિવસ ઇન્દોરમાં જ રોકાશે…

Charotar Sandesh

ધોનીના સ્થાનને ભરવું એ એક મોટો કમાલ છે : પંત

Charotar Sandesh

કોરોના વાયરસના કારણે ટોક્યો ઓલમ્પિક સ્થગિત, હવે ૨૦૨૧માં યોજાશે…

Charotar Sandesh