Charotar Sandesh
બોલિવૂડ

એક્ટર અક્ષયકુમારે તમાકુ કંપનીની એડ કરતાં ચાહકોની માફી માંગી : જુઓ પ્રેસ કોન્ફરન્સમાં શું કહ્યું

અક્ષયકુમારે (akshaykumar) તમાકુ (tobaco)

મુંબઈ : અભિનેતા અક્ષયકુમારે (akshaykumar) તમાકુ (tobacco) ની જાહેરાત લેતાં વિવાદમાં સપડાયા છે, ત્યારે સોશિયલ મિડીયામાં ચાહકો તેમને ટ્રોલ કરી રહ્યા છે. જે બાદ આજે એક્ટર અક્ષયકુમાર પ્રેસ કોન્ફરન્સમાં ચાહકોની માફી માંગેલ છે, અને તે હવે તમાકુ બ્રાન્ડ વિમલ ઈલાઈચીને સમર્થન નહીં કહે તેમ જણાવેલ.

વિમલ (Vimal) કંપનીની જાહેરાત કરવા બદલ અક્ષયે ચાહકોની માફી માંગી કહ્યું – હવે મેં નક્કી કર્યું છે કે જાહેરાત માટે લીધેલ ફી હું ચેરિટીમાં દાન કરી દઈશ

અક્ષયકુમારે તમાકુ કંપનીના બ્રાન્ડ એમ્બેસેડર બનતાં ચાહકોમાં રોષ પ્રવર્તતા કહ્યું કે, અક્ષયકુમાર (akshaykumar) પણ હવે તમાકૂની એડ લઈ કરોડો કમાવવા લાગ્યા છે, જે પહેલા કહેતા કે અમને કરોડો રૂપિયાની ઓફર આવે છે પણ અમે નહીં લેતા..! તો હવે કેમ એડ લીધી ?

ઉલ્લેખનીય છે કે, સાઉથની ફિલ્મોના સુપરહીટ ‘પુષ્પા’માં પોતાની શાનદાર ભૂમિકા કરનાર એક્ટર અલ્લૂ અર્જૂન (allu arjun) હવે ફરી એકવાર ચર્ચામા આવ્યા છે, જેઓને એક તમાંકુ કંપનીએ એડ માટે કરોડો રૂપિયાની ઓફર કરી હતી, તેમ છતાં અલ્લુ અર્જુને આ એડમાં કામ કરવાની ચોખ્ખી ના પાડી દીધેલ અને કહેલ કે, હું ગુટખા ખાતો નથી તેને પ્રમૉટ તો નહીં જ કરુ.

Other News : એક્ટર અલ્લુ અર્જુને કરોડોની તમાકૂની એડને ઠુકરાવી દીધી : અક્ષયકુમારે એડ કરતાં ટ્રોલ થયો

Related posts

એક્ટ્રેસ ઉર્વશી રાઉતેલા ફિટ રહેવા પીવે છે બ્લેક વોટર…

Charotar Sandesh

રાજકુમાર રાવ અને પ્રિયંકા ચોપરાએ ‘ધ વ્હાઇટ ટાઇગર’ની તૈયારી શરૂ કરી…

Charotar Sandesh

નેપોટિઝમને લઈને હવે કંગના રનૌતના નિશાને આવી તાપસી, કહ્યું- શરમ કર

Charotar Sandesh