Charotar Sandesh
બોલિવૂડ

અભિનેતા સલમાન ખાન હોસ્પિટલથી સ્વસ્થ થઈ કહ્યું સાપે ત્રણ વખત ડંખ માર્યો હતો

સલમાન ખાન

નવીદીલ્હી : દર વર્ષે સલમાન ખાન તેનો જન્મદિવસ પરિવાર અને મિત્રો સાથે પનવેલ ફાર્મ હાઉસમાં ઉજવે છે. આ વખતે પણ તે આ જ ફાર્મ હાઉસમાં પોતાનો જન્મદિવસ ઉજવવા આવ્યો હતો.

સલમાન ખાને ફાર્મ હાઉસની બહાર મીડિયા સાથે વાત કરી અને સાપ કરડવાની ઘટના વિશે જણાવ્યું સાથે જ પોતાની તબિયતની અપડેટ પણ આપી હતી

સલમાન ખાને જણાવ્યું કે મારા રૂમમાં એક સાપ આવ્યો હતો, જેને જોઈને બાળકો ડરી ગયા હતા, તેથી હું તેને લાકડી વડે બહાર કાઢી રહ્યો હતો.પરંતુ તે દરમિયાન તે મારા હાથમાં રહેલી લાકડી પર તે પહોંચી ગયો. મેં મારો હાથ છોડાવવાની કોશિશ કરી એ દરમિયાન સાપે મને એક વાર નહીં પરંતુ ત્રણ વાર ડંખ માર્યો હતો. રાત્રે બનેલી આ ઘટના બાદ સલમાનને એમજીએમ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો. જ્યાંથી તેમને રવિવારે રજા આપવામાં આવી હતી.

સલમાને વધુમાં જણાવ્યું કે ડોક્ટર દ્વારા અમને ખબર પડી કે આ સાપ ઝેરી નથી, તેમ છતાં હું ૬ કલાક હોસ્પિટલમાં રહ્યો અને મને એન્ટી વેનોમનું ઇન્જેક્શન આપવામાં આવ્યું. હાલ મારી તબિયત સંપૂર્ણ રીતે સારી છે. સલમાન ખાને કહ્યું કે હવે તેની તબિયત સારી છે. વધુમાં તેમણે કહ્યુ કે મારી બહેન ખૂબ ડરી ગઈ હતી તેથી મેં તેના માટે સાપ સાથે ફોટો ક્લિક કર્યો. સાપ સાથે તેની મિત્રતા કરાવી.

જે બાદ સલમાને કહ્યું કે મારા પપ્પાએ પૂછ્યું કે શું થયું ? શું સાપ જીવતો છે ? તો મેં કહ્યું ‘ટાઈગર ભી જીંદા હૈ ઓર સાપ ભી.’બોલિવૂડ સુપર સ્ટાર સલમાન ખાનને પનવેલ ફાર્મહાઉસમાં સાપે ડંખ માર્યો હતો. આ સમાચાર સામે આવતા તેના ચાહકો પણ દુઃખી થયા હતા. જો કે બાદમાં દબંગખાનને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા અને હવે તે સંપૂર્ણપણે સ્વસ્થ છે. સલમાને જન્મદિવસ પર કરીને આ ઘટના વિશે જણાવ્યું.

Other News : Bollywood : સિનેમાઘરોમાં ૮૩, અતરંગી રે, શ્યામાસિંહા રાય, એજન્ટ, ધની જેવી ફિલ્મો રિલીઝ થઈ

Related posts

સલમાન ખાનની ટાઈગર સિરીઝની આગામી ફિલ્મ માટે પૂજાનું આયોજન, ૮ માર્ચૂથી શૂટિંગ

Charotar Sandesh

હિના ખાને પાર્ટીમાં અર્જુન બિજલાનીને કહ્યું- આઈ લવ યુ…

Charotar Sandesh

‘સ્પાઈડર-મેનઃ ફાર ફ્રોમ હોમ’નું બીજું ટ્રેલર રિલીઝ

Charotar Sandesh