Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

આણંદ પાલિકા દ્વારા બિસ્માર રસ્તાઓ ઉપર કામચલાઉ મરામત કર્યા બાદ પુનઃ વરસાદી ખાડાઓ પડી ગયા

રસ્તાઓ ઉપર ખાડાઓ

આણંદ : શહેરમાં છેલ્લા દિવસો દરમ્યાન સાર્વત્રિક વરસાદ વરસ્યો છે, જેને લઈ શહેરના મુખ્ય માર્ગો ઉપર પુનઃ ખાડાઓ પડ્યા છે. આ અગાઉ નગરપાલિકા (anand nagarpalika) ના પ્રમુખ રૂપલબેન તેમજ રોડ કમિટીના ચેરમેન કેતન બારોટ દ્વારા સ્થળ મુલાકાત લઈ ખાડા પૂરવાની કવાયત શરૂ કરવામાં આવી હતી, પરંતુ દેખાડો કરવા રસ્તાઓ ઉપર પુરેલું છારૂ સામાન્ય વરસાદમાં ધોવાઈ જતાં પુનઃ ખાડાઓ પડતાં વાહનચાલકો હેરાન-પરેશાન થયા છે.

મળતી માહિતી મુજબ પાલિકા (anand nagarpalika) દ્વારા જાહેર કરાયેલ હેલ્પલાઈન ઉપર ૭૦ જેટલી ફરિયાદો મળતાં તાત્કાલિક રસ્તાઓ ઉપર ખાડાઓનું પુરાણ કરાયુ હતું, જે બાદ કામચલાઉ મરામતની કામગીરીને લઈ કેટલીક જગ્યાએ છારુ ધોવાઈ જતાં પુનઃ ખાડાઓની સ્થિતી સર્જાઈ છે.

ડામરનો પ્લાન્ટ શરૂ કરી શહેરના તમામ રસ્તાઓ ઉપર નવીનીકરણની કામગીરી હાથ ધરાશે : કેતન બારોટ

આ બાબતે રોડ કમિટીના ચેરમેન કેતન બારોટે જણાવેલ કે, વરસાદ બંધ થશે એટલે ડામરનો પ્લાન્ટ શરૂ કરી શહેરના તમામ રસ્તાઓ ઉપર નવીનીકરણની કામગીરી હાથ ધરાશે, જેથી શહેરીજનોને પડતી પરેશાનીનો અંત આવી જશે.

Other News : આણંદ જિલ્લા વિશ્ર્વ હિન્દુ પરિષદ દ્વારા પૂ. સંતોનો પૂજન અર્ચન તેમજ સેવાવસ્તીમાં રક્ષાબંધનનો કાર્યક્રમ યોજાયો

Related posts

આણંદ પીપલ્સ મેડિકેર સોસાયટીની વિવિધ શાખાના વિદ્યાર્થીઓનો દિક્ષાંત સમારોહ સંપન્ન

Charotar Sandesh

આણંદ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીના ઓપરેટરને રપ હજારની લાંચ લેતા એસીબીએ રંગેહાથ ઝડપ્યો

Charotar Sandesh

’ક્યાર’ની અસર વચ્ચે નવી સિસ્ટમ સક્રિય, ૩ નવેમ્બર સુધી વરસાદની આગાહી…

Charotar Sandesh