Charotar Sandesh
ચરોતર શૈક્ષણિક સમાચાર

આણંદ પીપલ્સ મેડિકેર સોસાયટીની વિવિધ શાખાના વિદ્યાર્થીઓનો દિક્ષાંત સમારોહ સંપન્ન

આણંદ પીપલ્સ મેડિકેર

આણંદ : આણંદ પીપલ્સ મેડિકેર સોસાયટી દ્વારા સંચાલિત વિવિધ શૈક્ષણિક સંસ્થાઓના ટીવાય બીએસસીના માઈક્રો બાયોલોજી, બાયોટેકનોલોજી, ફિઝિક્સ અને મેથેમેટીકસ વિભાગના વિદ્યાર્થીઓનો દિક્ષાંત સમારોહ પ્રમુખ બિપીનચંદ્ર પી. પટેલ (વકીલ)ના અધ્યક્ષ સ્થાને યોજાઈ ગયો.

સંસ્થાના વિવિધ વિભાગના 123 વિદ્યાર્થીઓ સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા લેવાયેલ પરીક્ષામાં જોડાયા હતા. તે પૈકી ટોપ 14 વિદ્યાર્થીઓનું ખાસ સન્માન પ્રમુખના હસ્તે ફ્લાવર બુકે આપી કરવામાં આવ્યું હતું.

આ ખાસ સમારંભમાં બોલતા પ્રમુખ બિપીનચંદ્ર પી. પટેલ (વકીલ) એ સૌને ઉચ્ચ અભ્યાસમાં માસ્ટર ડિગ્રી માટે આમંત્રણ આપતા જણાવ્યું કે ફક્ત ગ્રેજ્યુએટ થવાથી શૈક્ષણિક કારકિર્દીની ઉંચાઇ પ્રાપ્ત થતી નથી, સાથે વ્યવહારીકતા, સહનશીલતા, મદદની ભાવના એ જ સાચુ શિક્ષણ છે, માટે આ સાથે માસ્ટર ડિગ્રી વિશેષ સાર્થકતા બની રહે છે, રોજગારીમાં અગ્રિમતા મળે છે અને સ્ટેટસ બને છે. આપ સૌ વિદ્યાર્થીઓેએ પરિણામથી ઉપર ઉઠીને ઉચ્ચ અભ્યાસ અને પ્લેસમેન્ટને ધ્યાનમાં રાખી સતત પ્રગતિના પંથે આગળ વધતા રહો તેવી શુભેચ્છા પાઠવી હતી.

આજના આધુનિક યુગમાં દરેક માટે ઉચ્ચ અભ્યાસ કરવો, લગભગ ફરજીયાત બની ગયુ છે, અને આ કોરોનાના સમયમાં સાયન્સ વિભાગના વિદ્યાર્થીઓ મોટી ડિમાન્ડમાં છે, ત્યારે આ સંસ્થા આણંદ પીપલ્સ મેડિકેર સોસાયટીમાં વિદ્યાર્થીને સાનુકુળ ફી સાથે માસ્ટર ડિગ્રી સાથે પ્લેસમેન્ટ સરળ બને એવા હાઈબ્રીડ કેરિયર કોર્ષની આ કેમ્પસ સુવિધા આપે છે.

આ સમારંભમાં શ્રી પી એમ પટેલ ઇન્સિટટયૂટ ઓફ બાયો સાયન્સ, શ્રી પી એમ પટેલ ઇન્સિટટયૂટ ઓફ ઈન્ટીગ્રેટેડ એમ.એસસી. ઈન બાયો ટેકનોલોજી અને શ્રી પી એમ પટેલ કોલેજ ઓફ ઇલેકટ્રોનિકસ એન્ડ કોમ્યુનિકેશનના વિદ્યાર્થીઓ જોડાયા હતા. વિદ્યાર્થીઓની સફળતા અને પ્રગતિ માટે આણંદ પીપલ્સ મેડિકેર સોસાયટીના પ્રમુખ સીઈઓ ડૉ પાર્થ બી. પટેલ અને રજિસ્ટ્રાર ડૉ ઈશિતાબેન પી. પટેલ, એડમીન વિભાગના યુગમાબેનએ વિદ્યાર્થીઓને અભિનંદન આપીને શુભેચ્છાઓ પાઠવી હતી.

You May Also Like : આણંદ ખાતે એક વાલી બાળક સહિત વિવિધ યોજનાઓના લાભાર્થીઓને મંજૂરીના હુકમો એનાયત

Related posts

પંખા-AC ચલાવવા વીજ ચોરી કરતાં ૪૫ ઝડપાયા, તંત્રએ આણંદ જિલ્લામાં ૬.૯૩ લાખનો દંડ ફટકાર્યો

Charotar Sandesh

ડાકોર મંદિરના ઇતિહાસમાં પ્રથમ વખત : ૨ બહેનોએ રણછોડરાયની સેવા પુજા કરવાનો અધિકાર માંગ્યો

Charotar Sandesh

તા. ૧૨ જૂલાઈના રોજ આણંદ ખાતે રોજગાર ભરતી મેળો યોજાશે

Charotar Sandesh