Charotar Sandesh
ક્રાઇમ સમાચાર ચરોતર

આણંદમાં બનેલ ચોંકાવનારી ઘટના બાદ દરેક સમાજની દીકરીઓ-મહીલાઓને પોલીસ અધિકારીની ખાસ અપીલ

સમાજની દીકરીઓ

આણંદમાં સગીર યુવતી સાથે બનેલ ઘટનાએ વાલીઓમાં એક પ્રકારનો આક્રોશ અને ચિંતા ઉભી કરી છે

દીકરીઓ નિર્ભય બની પોલીસ અને પરિવાજનોને જાણ કરે

આણંદ: શ્વેત નગરી ઉપરાંત શિક્ષણ તીર્થ પણ કહેવાય છે. સમગ્ર ગુજરાત રાજ્યમાંથી અને અન્ય રાજ્યોમાંથી પણ અનેક વિદ્યાર્થીઓ અહી અભ્યાસ માટે આવે છે.અહી અભ્યાસ માટે આવતી સગીર અને કોલેજ યુવતીઓ પણ ક્યારે ભોળપણમાં તો ક્યારેક કોઈ મોજશોખની લત માં ગળાડૂબ થઈ જવાથી કૌમાર્ય ગુમાવી લૂંટાવી દેતી હોય છે.

જાહેર જનતાને અને હવસખોર યુવાનોની વાસનાનો ભોગ બનતી દીકરીઓને પોલીસની અપીલ

મહત્વનું છે કે વિદ્યાર્થીનીઓને ભણાવનાર શિક્ષકો જ જ્યારે તેનું શોષણ કરતા થઈ જાય તો કોની ઉપર ભરોષો મૂકી દીકરીને ભણાવીએ ? જેવા પ્રશ્નો સમસ્યા બની વિધાર્થિનીઓને વાલીઓના મન મગજને તપાવી રહ્યા છે.વળી નગરમાં ખુલ્લા ફરતા હવસખોર લુખ્ખા તત્વો પણ અહી સ્કૂલ, કોલેજ, કોચિંગ ક્લાસ કે વિદ્યાર્થિનીઓની અવરજવર ના માર્ગોમાં અડ્ડો જમાવી વિધાર્થિનીઓને ભોળવી ફોસલાવી કે પ્રેમના મોહપાશમાં લઈ તેઓનું શારીરિક શોષણ કરતા હોય છે.

આણંદના ટ્યુશન શિક્ષકે ૯માં ધોરણથી વિદ્યાર્થીનીને ફસાવી બ્લેકમેઇલ કરી તેનું શારીરિક શોષણ કરવાની ખુલ્લી પડેલ ઘટનાને અનેક વાલીઓમાં માનસિક ચિંતા ઊભી કરી છે.દીકરીઓને ભણાવવા, પરણાવવા માટે કમાવવા જઈએ કે આવા નરાધમોને દીકરીઓને બચવવા તે જ્યાં ભણે છે તેની ઉપર નજર રાખી બેસી રહીએ !! જોકે આ અંગે પોલીસે પહેલ કરી છે અને આવા સંજોગોમાં વાલીઓ અને પીડિત દીકરીઓને પણ ભયમુક્ત સહકાર આપવાની ખાત્રી આપી છે.

આ અંગે DYSP અભિષેક ગુપ્તાએ જાહેર જનતાને અને હવસખોર યુવાનોની વાસનાનો ભોગ બનતી દીકરીઓને અપીલ કરતા જણાવ્યું હતું કે કોઈ પણ શિક્ષક કે અન્ય વ્યક્તિ સોશિયલ મીડિયાના માધ્યમથી કે અન્ય રીતે ધાક ધમકી અથવા ખોટું દબાણ કરી બ્લેકમેઇલ કરવાનો બદઈરાદો ધરાવતો હોય તો દીકરીઓ નિર્ભય બની પોલીસ અને પરિવાજનોને જાણ કરે જેથી આવા તત્વો સામે યોગ્ય કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.જેથી સમાજમાં દીકરીઓ ભયમુક્ત શિક્ષણ લઈ શકે અને નિર્ભયતાથી મુક્તમને ક્યાંય પણ હરીફરી શકે.

Other News : તલાટીની પરીક્ષા અંગે સમાચાર : કોલ લેટર ડાઉનલોડ થવાનું શરૂ, આ તારીખે યોજાશે પરીક્ષા

Related posts

વાસદ-તારાપુર ૪૮ કિ.મીના હાઈવેને આગામી એક માસમાં લોકાર્પિત કરાશે : નીતિન પટેલ

Charotar Sandesh

ગણેશ ચતૂર્થીમાં મહેમદાવાદના સિદ્ધિવિનાયક મંદિરે ભક્તોનો ધસારો

Charotar Sandesh

આણંદ જિલ્લામાં કોરોના સંક્રમણને અટકાવવા આજથી તમામ ગંજ બજારોમાં બંધ રહેશે…

Charotar Sandesh