Charotar Sandesh
બોલિવૂડ

અજય દેવગણ વેબ સિરીઝ ’રુદ્ર’ થી ઓટીટી પર ડેબ્યૂ કરશે, ઈશા દેઓલ કમબેક કરશે

મુંબઈ : બોલિવૂડ એક્ટર અજય દેવગણ ચાહકોના દિલોમાં રાજ કરે છે. અજયે તેમની કારકિર્દીમાં તમામ પ્રકારની ફિલ્મો ચાહકોની સામે રજૂ કરી છે. અજય ઘણા સમયથી તેમની ઓટીટી ડેબ્યૂને લઈને ચર્ચામાં છે. જ્યારથી અજય દેવગણની ઓટીટી ડેબ્યૂના સમાચાર સામે આવ્યા છે, ત્યારથી ચાહકો તેને લઈને ખૂબ જ ઉત્સાહિત છે.

અજય દેવગણ રુદ્ર વેબ સિરીઝથી ઓટીટી પર ડેબ્યૂ કરવા જઈ રહ્યા છે, તે વાતની પુષ્ટિ થઈ ગઈ છે

ચાલો તમને જણાવી દઈએ કે અજય દેવગણ ટૂંક સમયમાં હોટસ્ટારની એક વેબ સિરીઝમાં જોવા મળશે. અજય વેબ સિરીઝ ‘રુદ્ર’માં દેખાશે. હવે સમાચાર આવી રહ્યા છે કે આ સિરીઝથી એક સુંદર અભિનેત્રી કમબેક કરવા જઈ રહી છે.
અજય દેવગણ રુદ્ર વેબ સિરીઝથી ઓટીટી પર ડેબ્યૂ કરવા જઈ રહ્યા છે, તે વાતની પુષ્ટિ થઈ ગઈ છે. હવે આ સિરીઝની સ્ટારકાસ્ટને લઈને સમાચાર આવવા લાગ્યા છે. ’ધૂમ’ ફેમ ઈશા દેઓલ આ સિરીઝમાં જોવા મળશે. જી હા, ઈશા દેઓલ ઘણા લાંબા સમયથી સિનેમાથી દૂર હતી, તેથી હવે તે અજય દેવગણની સિરીઝની સાથે પોતાનું કમબેક કરવા જઈ રહી છે.

ઈશા દેઓલે તેમના કમબેક માટે ઓટીટી પ્લેટફોર્મનો આશરો લીધો છે. ઈશા આ સિરીઝમાં મહત્વની ભૂમિકા નિભાવતી જોવા મળશે. ઈશા શ્રેણીમાં અજયના જીવનસાથીની ભૂમિકામાં જોવા મળી શકે છે. ઈશા દેઓલે ખુદ તેમના કમબેકની માહિતી ફેન્સ સાથે શેર કરી છે. ઈશા દેઓલે તાજેતરમાં જ ટ્‌વીટ કરીને ચાહકોને કહ્યું, ’રુદ્ર’ મારી ડેબ્યૂ વેબ સિરીઝ છે. તે પણ અભિનેતા અજય દેવગનને ઓપોઝિટ, જેઓ ઘણી ફિલ્મોમાં મારા સહ-કલાકાર રહી ચૂક્યા છે. આ ટ્‌વીટ પરથી સ્પષ્ટ થઈ ગયું છે, સિરીઝમાં ઈશાની એન્ટ્રી ફાઇનલ થઈ ગઈ છે. ચાહકો હવે ’રુદ્ર’ વિશે વધુ ઉત્સાહિત થવાના છે.

Other News : બોલિવૂડના ટ્રેજેડી કિંગ દિલીપકુમારના નિધન પર અમિતાભ-અક્ષયકુમાર સહિતના દિગ્ગજોએ શ્રદ્ધાંજલિ પાઠવી

Related posts

સોનુ સૂદ કોરોના પોઝિટિવ, છતાંય કહ્યું- યાદ રહે કોઇ પણ તકલીફ પર હું હંમેશા તમારી સાથે…

Charotar Sandesh

ફિલ્મ છિછોરેનું ટ્રેલર રિલિઝ : ફિલ્મ છ સપ્ટેમ્બરે રિલિઝ થશે…

Charotar Sandesh

દેશમાંથી સેક્યુલારિઝ્‌મનું નામ-ઓ-નિશાન ગાયબ થઈ જશે : સૈફ અલી ખાન

Charotar Sandesh