Charotar Sandesh
ક્રાઇમ સમાચાર ચરોતર

આણંદ : રોંગ સાઈડમાં પુરપાટઝડપે ધૂમ સ્ટાઈલમાં જતો એક્ટિવાચાલક કાર સાથે ધડાકાભેર અથડાયો : મોત નિપજ્યું

બોરસદના સીસ્વા-ઉમલાવ

આણંદ : જિલ્લાના બોરસદના સીસ્વા-ઉમલાવ રોડ ઉપરથી ધુમ સ્ટાઈલમાં રોંગ સાઈડે જતા એક્ટીવા સામેથી આવતી ફોર વ્હીલર સાથે ધડાકાભેર અથડાઈ, દરમ્યાન એક્ટિવા ચાલકને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર દરમ્યાન તેનું મોત નિપજ્યુંં છે. આ અંગે ભાદરણ પોલીસે અકસ્માતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, બોરસદ તાલુકાના સીસ્વા-ઉમલાવ રોડ ઉપર ભાથીજી મંદિર પાસે પુરપાટ ઝડપે રોંગ સાઈડે આવતી એક્ટિવા ધડાકાભેર અથડાતા એક્ટિવાચાલક યુવક (રાકેશ જયંતિભાઈ પટેલ, ઉ.વ. ૪૨, રહે. ઉમલાવ) રસ્તા ઉપર પટકાયો હતો. કારચાલક (જયદીપકુમાર મહિડા, રહે. સારોલ) તા. ૨૧મી જુલાઈના રોજ બોરસદથી તેમના ઘરે જઈ રહ્યા હતા.

ભાદરણ પોલીસે અકસ્માતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે

દરમ્યાન સામેથી પુરપાટ ઝડપે આવતી એક્ટિવા સાથે અથડાયા હતા. જેમાં એક્ટિવા ચાલકને ગંભીર ઈજાઓ પહોંચેલ, જે બાદ કારચાલક જયદીપકુમાર તુરંત તેઓની કારમાં સીસ્વા સારવાર માટે લઈ ગયેલ. જ્યાંથી ૧૦૮ મારફતે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ. જ્યાં સારવાર દરમ્યાન મૃત્યુ નિપજેલ છે, આ અંગે ભાદરણ પોલીસે અકસ્માતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.

Other News : બ્રિટીશ પીએમ પદની રેસમાં ઋષિ સુનકને આંચકો આવ્યો : આ વિદેશ સચિવ આગળ નિકળી ગઈ

Related posts

પેટલાદ સિવિલ હોસ્પિટલ ખાતે ઓક્સિજન પ્લાન્ટ-આર.ટી.પી.સી.આર. ટેસ્ટ માટે લેબનો પ્રારંભ…

Charotar Sandesh

આણંદના યુવાનનું અમેરિકામાં કોરોનાથી મોત થતાં પરિવારજનોમાં આઘાત…

Charotar Sandesh

નાણાં ધીરનાર શાહુકારોના રજીસ્ટ્રેશન માટેની પ્રક્રિયા થઈ ઓનલાઈન

Charotar Sandesh