Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

આણંદ અમૂલ : ૪૦ કરોડની કમાણી થઇ : કોરોના કાળમાં બિઝનેસ ૨% વધ્યો

anand amul dairy

આણંદ
કોરોના વાયરસે આખી દુનિયામાં હાહાકાર મચાવી નાખ્યો છે. તેના કારણે કરોડો લોકો પ્રભાવિત થયા છે અને લાખોની સંખ્યામાં લોકોએ જીવ ગુમાવ્યા છે. કોરોના જ્યારથી આવ્યો ત્યારથી અનેક લોકોની નોકરી પણ ભરખી ગયો છે. લોકો બેરોજગાર થઈ રહ્યા છે. કોરોના કાળમાં દરેક સેક્ટર પ્રભાવિત થયું છે. કોરોનાએ મોટા ભાગના બિઝનેસ પર અસર પાડી છે, પરંતુ એક એવો બિઝનેસ છે જેના પર કોરોના પણ પ્રભાવ પાડી શક્યો નથી. અને તે બિઝનેસ છે દૂધની બ્રાન્ડનો બિઝનેસ. કોરોના કાળમાં પણ અમુલે નફો મેળવ્યો છે. અમુલ બ્રાન્ડ દૂધ અને તેનાથી બનનારી પ્રોડક્ટ્‌સનો બિઝનેસ કરનારી કો-ઓપરેટિવ કંપની, ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન લિમિટેડ GCMMF નો નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧મા બિઝનેસ કોરોના વાયરસના પ્રકોપ છતા ૨ ટકા વધીને ૩૯,૨૦૦ કરોડ રૂપિયા રહ્યો. ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન લિમિટેડે નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦ દરમિયાન ૧૭ ટકા વૃદ્ધિ સાથે ૩૮,૫૫૦ કરોડ રૂપિયાની આવક નોંધી હતી.

નાણાકીય વર્ષ દરમિયાન વેચાણમાં વૃદ્ધિની ગતિ થોડી મંદ પડી પરંતુ ચાલુ નાણાકીય વર્ષમાં એટલી ઝડપ પાછી આવવાની આશા છે

કંપનીના મેનેજિંગ ડિરેક્ટર આર.એસ. સોઢીએ રવિવારે કહ્યું હતું કે નાણાકીય વર્ષ દરમિયાન વેચાણમાં વૃદ્ધિની ગતિ થોડી મંદ પડી પરંતુ ચાલુ નાણાકીય વર્ષમાં એટલી ઝડપ પાછી આવવાની આશા છે. આર. એસ. સોઢીએ આગળ કહ્યું કે અમે ગયા વર્ષ દરમિયાન ૨ ટકાની વૃદ્ધિ સાથે ૩૯,૨૦૦ કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો. આ દરમિયાન તાજા દૂધ, ચીઝ, દહીં, છાશ અને પનીર જેવા ઉત્પાદનોની શ્રેણીમાં વેચાણ ૮.૫થી ૯ ટકા વધ્યું હતું.

ગત નાણાકીય વર્ષમાં કંપનીની આઇસ્ક્રીમનું વેચાણ ગરમીઓ દરમિયાન લાગેલા રાષ્ટ્રવ્યાપી લોકડાઉનના કારણે ૩૫ ટકા ઘટી ગયું. પાઉડર દૂધનો બિઝનેસ પણ પ્રભાવિત થયો છે. અમે રોજ ૧૫૦ લાખ લીટર દૂધ વેચીએ છીએ. ગુજરાતમાં લગભગ ૬૦ લાખ લીટર, દિલ્હી, NCR માં લગભગ ૩૫ લાખ લીટર અને મહારાષ્ટ્રમાં ૨૦ લાખ લીટર દૂધ વેચાય છે. તેમણે આગળ કહ્યું કે અમે ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન આંકડાઓની ઉચ્ચ વૃદ્ધિ પર પરત ફરવાની આશા રાખી રહ્યા છીએ. ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન લિમિટેડે ખર્ચમાં વૃદ્ધિનો સંદર્ભ આપતા એક જુલાઈથી અમુલ દૂધના ભાવ દેશભરમાં ૨ રૂપિયા પ્રતિ લીટર વધારી દીધા છે. કંપની પંજાબ, ઉત્તર પ્રદેશ અને કોલકાતામાં પણ બિઝનેસ કરે છે. તેની પાસે રોજ ૩૬૦ લાખ લીટર દૂધ પ્રોસેસિંગ કરવાની ક્ષમતા છે.

You May Also Like : કોરોનાને ધ્યાને લઈ અમાસ તારીખ ૦૯ના રોજ કુબેરભંડારી મંદિર ભક્તો માટે બંધ રહેશે

Related posts

મલેશિયા મોકલવાની લાલચ આપી ૩પ લાખની ઠગાઈ કરનાર ચાર આરોપીઓની કરાઈ ધરપકડ…

Charotar Sandesh

વાસદ પાસેથી ૧૯.૩૯ લાખનો વિદેશી દારૂ ભરેલા કન્ટેનર સાથે એક શખ્સ ઝડપાયો…

Charotar Sandesh

આણંદ-મહેસાણામાં રહેતા પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનના લોકોને ભારતની નાગરિકતા મળશે, જુઓ

Charotar Sandesh