Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

આણંદ : ૨૬ કરોડના ખર્ચે બાકરોલમાં જિલ્લા મધ્યસ્થ જેલનું નિર્માણ શરૂ : જાણો વિગત

બાકરોલમાં મધ્યસ્થ જેલ

બાકરોલ : આણંદ જિલ્લાના બાકરોલ ગામના રેવન્યુ સર્વે નંબર ૧૧૫૨ પૈકી એની ૧૧.૮૪ હેકટર જમીન વિસ્તારમાં જિલ્લા મધ્યસ્થ જેલના નિર્માણ માટે જમીન ફાળવવામા આવી છે. આણંદને અલગ જિલ્લાનો દરજ્જો મળ્યે ૨૪ વર્ષ બાદ મધ્યસ્થ જેલનો પડતર પ્રશ્ન ઉકેલાયો છે. હાલમાં જેલની બાંધકામની કામગીરી શરૂ કરાઇ છે. જેમાં ૪ મેલ બેરેક, ૧ ફીમેલ બેરેક, ૧ પાકા કામના કેદી માટેની બેરેક ઉપરાંત ૧૧ ફુટની ઉંચાઇ ધરાવતી દિવાલ, મુખ્ય ગેટ, સીસી ટીવી કેમેરાથી જેલને સજ્જ કરાશે. જેમાં કુલ મળીને ૩૭૦ કેદીઓનો સમાવેશ કરી શકાય તેવી વ્યવસ્થા ઉભી કરવામા આવી છે.

અત્યાધુનિક સુવિદ્યાસજજ નવી આકાર પામી રહેલી જેલમાં તમામ સુવિદ્યાઓ સજ્જ કરાઇ છે

છેલ્લા ૨૪ વર્ષથી જિલ્લાનો દરજ્જો મળ્યા બાદથી કાચા કામના કેદીઓને નડિયાદની બિલોદરા અને મહિલા કેદીઓને વડોદરા રાખવાની નોબત આવતી હતી. વારંવાર કોર્ટ મુદ્દતે પોલીસ જાપ્તા હેઠળ આણંદમાં લાવવા લઇ જવાનો આર્થિક ખર્ચ પણ બેવડાતો હતો.

ત્યારે જેલની સુવિદ્યાને લઇને સમય અને નાણાંનો દુર્વ્યય અટકશે. જેમાં એક સાથે ૩૭૦ મેલ-ફિમેલ કેદીઓ, હોસ્પિટલ, વિડીયો કોન્ફરન્સ હોલ, કેન્ટીન, ઓડિટોરીયમ હોલ, લાયબ્રેરી, સ્ટડી સેન્ટર, કીચન વીથ ગ્રેઇન સ્ટોર. કોર્ટરૂમ, ઇન્ડ્‌સ્ટીયલ શેડ, અને મહિલા કેદીઓ માટે આંગણવાડી કેન્દ્રની સુવિદ્યાઓ ઉભી કરાશે. તેમ ફરજ પરના અધિકારીએ જણાવ્યુ છે. પ્રથમ તબક્કામા જેલની કામગીરી ૨૧ માસમાં પુર્ણ થયા બાદ જેલમાં ફરજ બજાવતા પીઆઇ, પીએસઆઇ, કોન્સ્ટેબલ, જેલ સિપાઇઓ માટે રહેણાંક મકાનોની કામગીરી હાથ ધરાનાર છે.

Other News : હવે ખાનગી સોસાયટીઓનાં કામોમાં ધારાસભ્યો-કોર્પોરેટરો ૨૦% ગ્રાન્ટ ફાળવી શકશે : જાણો વિગત

Related posts

અમૂલે હલ્દી દૂધના ગુણ ધરાવતો વિશ્વનો સૌ પ્રથમ “હલ્દી આઈસક્રીમ” રજૂ કર્યો…

Charotar Sandesh

આણંદ જિલ્લામાં આજે વધુ ત્રણ રિપોર્ટ પોઝીટીવ નોંધાયા : એક દર્દીનું મોત નિપજ્યું…

Charotar Sandesh

વિશ્વવિખ્યાત અમૂલ દ્વારા દુર્ગંધયુક્ત પાણી છોડવા મામલે જિલ્લા કલેક્ટરના તપાસના આદેશ…

Charotar Sandesh