Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

આણંદ જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા ધરણા-પ્રદર્શનો યોજી કલેક્ટરને આવેદનપત્ર અપાયું

વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ

નૂપુર શર્માના નિવેદન બાદ અસામાજિક પ્રવૃત્તિ કરનાર ઈસમો વિરુદ્ધ કડક પગલાં ભરવા આણંદ વિશ્વ હિન્દુ પરિષદની માંગ

આણંદ : નૂપુર શર્માના નિવેદન બાદ અસામાજિક પ્રવૃત્તિ કરનાર ઈસમો વિરુદ્ધ કડક પગલાં ભરવા આજે તા. ૧૬/૬/૨૦૨૨ને ગુરુવારે મહામાહિમ રાષ્ટ્રપતિશ્રીને સંબોધીને આણંદ જિલ્લા કલેકટરશ્રીને વિશ્વ હિન્દુ પરિષદ (VHP) અને બજરંગ દળ દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.

હિન્દૂ સંગઠનોએ આક્ષેપ કર્યો હતો કે, ગત શુક્રવારે જુમ્માની નમાજ બાદ જેહાદી તત્વો દ્વારા હિન્દુઓ પર પથ્થરમારો તેમજ તેમની મિલકતને નુકસાન પહોંચાડવામાં આવ્યુ હતું તેના વિરોધમાં સમગ્ર દેશભરમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા જિલ્લા કક્ષાએ ધરણા પ્રદર્શનો અને આવેદનપત્ર ના કાર્યક્રમો યોજાયા હતા.

જેના ઉપક્રમે આણંદ જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા જેહાદી તત્વોને તાકીદે ધરપકડ કરીને સખતમાં સખત સજા કરવામાં આવે તેમજ હિંદુ ભાઈઓની માલ મિલકતને નુકસાન પહોંચાડવામાં આવ્યું છે તેનું વળતર ચૂકવવામાં આવે તેમજ બહેનશ્રી નૂપુર શર્માને સુરક્ષા નિશ્ચિત કરવામાં આવે તેવી રજૂઆત સાથે આણંદ જિલ્લા કલેકટરશ્રીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું.

જે પ્રસંગે વિશ્વ હિન્દુ પરિષદ આણંદ જિલ્લા અધ્યક્ષ જયેશભાઈ પટેલ, આણંદ જિલ્લા મંત્રી ઉમેશભાઈ ઠક્કર, ભરતભાઈ અલગોતર મોહનસિંહ, આકાશભાઈ રાવ, સોનુભાઈ, યોગેશભાઈ શર્મા સાથોસાથ યોગેશભાઈ પટેલ (બાપજી) ભાવેશભાઈ સુતરીયા, સંદીપ પટેલ, મેહુલ પટેલ, જગદીશભાઇ, પ્રકાશભાઇ, અનુપ પટેલ, સાગર પટેલ, વિજય સોલંકી, અલ્પેશ પટેલ, આશિષ પટેલ સહિત બજરંગ દળના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

  • Ketul Patel, Anand

Other News : હવે આડેધડ વાહન મુકતા પહેલા સાવધાની રાખજો : જિલ્લા અધિક કલેક્ટર દ્વારા જાહેરનામું પ્રસિધ્ધ

Related posts

કોરોના રસીકરણ મહાઅભિયાનનો આણંદથી પ્રારંભ કરાવતા સાંસદ મિતેષભાઇ પટેલ…

Charotar Sandesh

આગામી ૩૧મી જુલાઇએ આણંદમાં ક્ષત્રિય એકતા સ્વભિમાન મહારેલી : જિલ્લા સ્તરનું શકિત પ્રદર્શન કરાશે

Charotar Sandesh

પેટલાદમાં ૬ વર્ષના બાળકનું અપહરણ કરનાર શખ્સ કપડવંજથી ઝડપાયો…

Charotar Sandesh