Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

આણંદ : તબીબોએ ૨ કલાક ઓપરેશન બાદ સફળતાપૂર્વક ગાયના પેટમાંથી ૭૭ કિલો પ્લાસ્ટિકનો વેસ્ટ કાઢયો

વેટરિનરી વિભાગ

આણંદ : એક બનાવ આણંદમાં જોવા મળ્યો છે, જેમાં વેટરિનરી વિભાગ દ્વારા તાજેતરમાં એક રખડતી ગાયના પેટમાંથી ૭૭ કિલો પ્લાસ્ટિકનો વેસ્ટ કાઢવામાં આવ્યો છે. પોણાબે કલાક સુધી તબીબોએ સફળતાપૂર્વક ઓપરેશન કરીને વેસ્ટને બહાર કાઢી ગાયને બચાવી લીધી હતી. ગાયને માતા માનવામાં આવે છે, પરંતુ ચરોતરમાં છેલ્લા કેટલાય સમયથી ગાયની હાલત દયનીય બની ગઈ છે.

વેટરિનરી વિભાગના હેડ ડો. પિનેશભાઈ પરીખે જણાવ્યું હતું કે ગાયનું સરેરાશ વજન ૪૦૦ કિલો હોય છે અને ગાયમાંથી ૭૭ કિલો પ્લાસ્ટિકનો જથ્થો, જેમાં કોથળીઓ જ નહીં, પણ આઈસક્રીમની વાટકીઓ અને ચમચીઓ પણ મળી આવી હતી. જ્યારે પણ પ્લાસ્ટિકનો જથ્થો પેટમાં જતો હોય એ પછી પશુનો આહાર તદ્દન ઓછો થઈ જતો હોય છે. આ ઉપરાંત અવારનવાર ગેસ થઈ જવો, પાચનક્રિયા મંદ પડી જવી તથા પશુ બીમાર હોય એવો એનો વ્યવહાર થઈ જતો હોય છે. આ સમયે ત્વરતિ સારવાર જરૂરી છે, એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.

પશુસમૃદ્ધિ માટે જાણીતા ચરોતરમાં આણંદ વેટરિનરી વિભાગને પ્રતિ અઠવાડિયે બેથી ત્રણ ગાય એવી મળે છે, જેના પેટમાં પ્લાસ્ટિક હોય છે. વિભાગ દ્વારા એમનું ઓપરેશન કરવામાં આવે છે અને ૧૫થી ૨૦ કિલો પ્લાસ્ટિક બહાર કાઢવામાં આવે છે.

જોકે તાજેતરમાં વિભાગ દ્વારા કરાયેલું ઓપરેશન સૌથી જટિલ હતું અને સૌથી લાંબા સમય સુધી ચાલ્યું હતું, કારણ કે ગાયના પેટમાંથી ૭૭ કિલો પ્લાસ્ટિક બહાર કાઢ્યું હતું. પાળેલી હોય કે પછી રખડતી ગાય હોય, એના પેટમાં પ્લાસ્ટિકનું પ્રમાણ કેટલું છે એ જો જાણવું હોય તો એના પેટના ડાબા પડખે હાથ મૂકીને દબાવવો જોઈએ. જો પેટના ડાબા પડખે હાથના પંજાનો નિશાન રહી જાય તો સમજવું કે પેટમાં પ્લાસ્ટિક છે. આ સંજોગોમાં એને તરત જ સારવાર અર્થે તબીબો પાસે લઈ જવી જોઈએ.

Other News : આગામી બે દિવસ કમોસમી વરસાદની સંભાવનાને ધ્‍યાને લઇ ડીઝાસ્‍ટર મેનેજમેન્‍ટ સેલ દ્વારા જોગ સંદેશ

Related posts

રવિ પૂજારીની કબૂલાત : બોરસદ કેસમાં ૨૫ લાખમાં સોપારી લઈ ફાયરિંગ કરાવ્યું હતું

Charotar Sandesh

પૂર્વ પ્રધાનમંત્રી સ્વ. અટલબિહારી વાજપેયીજીના જન્મદિવસ સુશાસન દિવસે કિસાન કલ્યાણ કાર્યક્રમો યોજાયા…

Charotar Sandesh

આણંદ : ડીઝલના અભાવે એસટીના કેટલાક રૂટો કેન્સલ થતા મુસાફરો રઝડ્યા

Charotar Sandesh