Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

આણંદ ખોરાક અને ઔષધ નિયમન કચેરી દ્વારા પેટલાદમાં ૩૨ અને આણંદમાં ૨૦ ખાણીપીણીની લારીઓની તપાસ

ખાણીપીણીની લારીઓ

તપાસમાં બિનઆરોગ્યપ્રદ ખાદ્ય ચીજવસ્તુઓના કુલ ૪૯ કિ.ગ્રા. જથ્થાનો નાશ કરવામાં આવ્યો

આણંદ : જિલ્લાની ખોરાક અને ઔષધ નિયમન કચેરી દ્વારા આણંદ જિલ્લાના પેટલાદ લોકમેળા ખાતે ખાણીપીણીની ૩૨ અને આણંદ ગણેશ ચોકડી તેમજ અમુલ ડેરી રોડ પર આવેલી ખાણીપીણીની ૨૦ લારીઓની તપાસ હાથ ધરવામાં આવી હતી. આ તપાસમાં કુલ ૪૯ કિ.ગ્રા. બિનઆરોગ્યપ્રદ ખાદ્ય ચીજવસ્તુઓ જથ્થાનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો. જેમાં પેટલાદમાં ૨૨ કિ.ગ્રા. જ્યારે આણંદમાં ૨૭ કિ.ગ્રા જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો.       

વધુમાં તપાસ દરમિયાન લારીવાળાઓને સેનિટેશન અને હાઈજીન અંગે જરૂરી સુચનાઓ તેમજ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ખોરાક અને ઔષધ નિયમન કચેરી દ્વારા લારીવાળાઓને કેપ, એપ્રોન અને કીટનું સ્થળ ઉપર જ વિતરણ કરી તેનો ઉપયોગ કરવા તાકીદ કરવામાં આવી હતી.

આગામી તહેવારોને અનુલક્ષીને આ પ્રકારની વધુ તપાસ હાથ ધરવામાં આવશે તેમ જિલ્લા ખોરાક અને ઔષધ નિયમન અધિકારીએ જણાવ્યું છે.

Other News : નાવલી રિસોર્સ રૂમ ખાતે 30 જેટલા દિવ્યાંગ વિદ્યાર્થી બાળકો અને તેમના વાલી સાથે જન્મ દિવસ ઉજવવામાં આવ્યો

Related posts

નડિયાદ ખાતે જિલ્‍લા/તાલુકાના શ્રેષ્‍ઠ શિક્ષકોનું સન્‍માન કરાયું…

Charotar Sandesh

આણંદ : આઈસોલેશન વોર્ડમાંથી ફરાર થઈ ગયેલો કોરોના પોઝિટિવ આરોપી મુંબઈથી ઝડપાયો

Charotar Sandesh

આણંદ જિલ્લાના આરોગ્ય અધિકારી-ડૉક્ટરોનું પ્રશંસનીય કામગીરી બદલ રાજ્ય કક્ષાએ સન્માન

Charotar Sandesh