Charotar Sandesh
ક્રાઇમ સમાચાર ચરોતર

ચેક રીટર્નના કેસમાં આણંદના શખ્સને ૧ વર્ષની કેદની સજા, જુઓ વિગત

ચેક રીટર્નના કેસ

આણંદ : જિલ્લામાં ચેક રીટર્નના કેસનો કેસ સામે આવ્યો છે, જેમાં ખેરડા ગામે રહેતા ઈસમને એક લાખના ચેક રીર્ટને કેસમાં આણંદની અદાલતે તકશીરવાર ઠેરવીને ૧ વર્ષની સાદી કેદની સજા ફટકારી છે, અને એક લાખનું વળતર ચુકવવા પણ હુકમ કરેલ છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, આણંદ જિલ્લાના સારસામાં રહેતા અને વૃંદા ફાયનાન્સનો ધંધો કરતા ફરિયાદી સુનિલભાઈ પટેલ પાસેથી ખેરડાના શખ્સ લાલજીભાઈ જશવંતસિંહ રાઉલજી એક લાખ રૂપિયા સામાજીક કાર્ય માટે ઉછીના લઈ ગેયલ, જે રૂપિયા ટાઈમ પર પરત ન કરતા સુનિલભાઈએ ઉઘરાણી કરતાં લાલજીભાઈએ ચેક આપેલ, જે ખાતામાં નાખતાં અપર્યાપ્ત બેલેન્સના કારણે પરત ફરેલ.

ફરિયાદી દ્વારા પોલિસ કાર્યવાહી કર્યા બાદ આણંદની અદાલતમાં ૧૩૮ મુજબ કેસ દાખલ કરાયો હતો

દરમ્યાન આ કેસ ચોથા એડી.સીનીયર સિવિલ જજ અને એડી. ચીફ જ્યુ. મે.ની કોર્ટમાં ચાલી જતાં ફરિયાદ પક્ષ તરફે હાજર વકિલ રાજેશ ચંદાણીની દલિલો અને રજુ કરેલા પુરાવાને ધ્યાને લઈ જજ એન.જી. પરમાર નાઓએ શખ્સને ૧ વર્ષની સાદી કેદની સજા અને વળતર પેટે એક લાખ રૂપિયા એક મહિનાની અંદર ચુકવી આપવા હુકમ કરાયો છે અને તે ન ચુકવે તો વધુ છ માસની સજા ફટકારાશે તેવો હુકમ કરેલ છે.

Other News : ગુજરાતી સિંગર કાજલ મહેરીયા પર હુમલો કરી લૂંટ ચલાવી ૪ શખ્સો ફરાર : ગુનો નોંધાયો

Related posts

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસની આણંદના સાંસદ મિતેષ પટેલ દ્વારા અનોખી ઉજવણી…

Charotar Sandesh

આણંદ: વાવાઝોડા બાદ તંત્રની પ્રી-મોન્સૂન કામગીરીની પોલ ખૂલી : ઠેર-ઠેર પાણી ભરાયા-ભૂવા પડ્યા…

Charotar Sandesh

ગુજરાતમાં ૨૪ કલાકમાં સૌથી વધુ ૯૪૯ કેસો : આણંદ જિલ્લામાં વધુ ૭ પોઝીટીવ નોંધાયા…

Charotar Sandesh