Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

આણંદ : પોલીસ જવાનોને ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાના હસ્તે પ્રશસ્‍તિપત્ર એનાયત કરાયા

પ્રદિપસિંહ જાડેજા (Pradipsinh Jadeja)
આણંદ પોલીસે કોરોનામાં સંવેદનાપૂર્ણ સેવાઓ આપી અને ગુનાઓને નિયંત્રણમાં રાખવામાં ઉત્તમ કામગીરી કરી છે – ગૃહ રાજ્ય મંત્રીશ્રી પ્રદીપસિંહ જાડેજા (Pradipsinh Jadeja)

આણંદ : ગૃહ રાજ્ય મંત્રી શ્રી પ્રદીપસિંહજી જાડેજા (Pradipsinh Jadeja) એ આણંદમાં રેન્જ આઇ.જી. શ્રી વી. ચંદ્રશેખર અને જિલ્લા પોલીસ વડા સાથે ક્રાઇમ રિવ્યૂ બેઠક યોજીને ગુનાઓ ઝડપવા,ઘટાડવા લેવામાં આવેલા પગલાં અને તેમાં મળેલી સફળતાની વિગતવાર સમીક્ષા કરી હતી.

તેમણે સાંસદ શ્રી મિતેશભાઇ પટેલ, ધારાસભ્ય સર્વ શ્રી મયુરભાઇ રાવલ અને ગોવિંદભાઇ પરમાર તથા જિલ્‍લા ભા.જ.પ. પ્રમુખ શ્રી વિપુલભાઇ પટેલને સાથે રાખીને પોલીસ વિષયક બાબતોની અને નિરાકરણના ઉપાયોની ચર્ચા વિચારણા કરી સૂચનો મેળવી સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી.

આણંદ શહેરમાં મહિલાઓને મદદરૂપ થવા SHE TEAM નો પ્રારંભ : ચરોતરમાં ભૂમાફીયાઓ અને મહીસાગરમાં રેતી ખનન કરતાં માફિયાઓ સામે કડક હાથે કામ લેવાશે

ગૃહ રાજ્ય મંત્રીશ્રી પ્રદીપસિંહ જાડેજા (Pradipsinh Jadeja) એ જણાવ્યું કે ચરોતર પ્રદેશમાં મોટી સંખ્યામાં લોકો વિદેશોમાં (એન.આર.આઇ) વસવાટ કરે છે, ત્યારે તેમની જમીન, મિલકત કોઈએ ખોટા દસ્તાવેજો કરી હડપ કરી હોય તો એવા ભૂમાફિયા તત્વો સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુનાઓ નોંધી કડક કાર્યવાહી કરવા પોલીસને સૂચના આપી હતી જેથી આવા કોઈ તત્વો ભવિષ્યમાં કોઈની જમીન પચાવી પાડવાની હિંમત ના કરે.

મંત્રીશ્રીએ મહીસાગર નદીમાંથી રેતીનું ગેરકાયદેસર ખનન અને વહન કરતા તત્વો સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવ્‍યું હતું.

વિશ્વ વ્‍યાપી કોરોનાના મહામારી દરમિયાન પોતાના જાનની પરવા કર્યા સિવાય સમાજની સેવા બજાવનાર અને પોતાનો જાન ગુમાવનાર એવી કોરોના વોરિયર્સ સ્‍વ. એ. એસ. આઇ. શ્રીમતી નયનાબેન સુતરિયાની વારસદાર દીકરી સાક્ષીબેન સુતરિયાને રાજય સરકાર વતી રૂા. ૨૫ લાખની સહાયનો ચેક ગૃહ રાજય મંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજા (Pradipsinh Jadeja) ના હસ્‍તે આપવામાં આવ્‍યો હતો. જયારે ગૃહ મંત્રીશ્રીના હસ્તે કોરોના કાળમાં સેવાની પ્રસંશનીય કામગીરી કરનારા અને ગુના શોધનમાં ઉત્તમ કામગીરી કરનાર પોલીસ અધિકારીઓ અને જવાનોને પ્રશસ્‍તિ પત્ર આપી સન્માનિત કરાયા હતા.

બેઠકમાં સાંસદ શ્રી મિતેષભાઇ પટેલ, ધારાસભ્‍યો સર્વ શ્રી મયુરભાઇ રાવલ અને ગોવિંદભાઇ પરમાર તથા જિલ્‍લા ભા.જ.પ. પ્રમુખ શ્રી વિપુલભાઇ પટેલે કિસાન સૂર્યોદય યોજના સંબંધી કેટલાંક સૂચનો કરી એમ.જી.વી.સી.એલ.ની કામગીરીને બિરદાવી હતી. ગૃહ રાજય મંત્રી શ્રી જાડેજાએ સાંસદ અને ધારાસભ્‍યશ્રીઓ દ્વારા કરવામાં આવેલ રજૂઆતો અને સૂચનોનું નિરાકરણ આવે તે જોવા પણ સુચવ્‍યું હતું.

Other News : આગામી ૧૬ ઓગસ્ટથી આણંદ-ખંભાત પેસેન્જર ટ્રેન ફરી શરુ કરાશે

Related posts

ખંભાત હિંસાને પગલે આણંદ SP મકરંદ ચૌહાણ તેમજ ખંભાત પીઆઈ અને DySPની તાત્કાલિક ધોરણે બદલી…

Charotar Sandesh

તા. ૧૩ થી ૧૫ ઓગસ્ટ દરમિયાન યોજાનાર હર ઘર તિરંગા કાર્યક્રમના આયોજન અંગે વિડીયો કોન્ફરન્સ યોજાઈ

Charotar Sandesh

ખંભાત વિસ્તારમાં કોરોના સંક્રમણ સામે રોગ પ્રતિકારકશક્તિ વધારવા દવાઓનું વિતરણ કરાયું…

Charotar Sandesh