Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

આણંદ : લોટીયા ભાગોળ ઓવરબ્રિજના સર્વિસ રોડ પરના ૪૨ જેટલા દબાણો પર તંત્રનું બુલડોઝર ફર્યું

દબાણો

સર્વિસ રોડ ઉપર કબ્રસ્તાનની જગ્યા પર આવેલ ૪૨ જેટલી દુકાનો પર બુલડોઝર ફેરવાયું : ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થીત રહ્યા

આણંદ : શહેરમાં બોરસદ ચોકડી ઉપર નવનિર્મિત ઓવરબ્રિજની કામકાજ પૂર્ણ થનાર છે, ત્યારે ઓવરબ્રિજની બંને તરફ સર્વિસ રોડ રોડ ઉપર આવેલ લોટીયા ભાગોળ તરફના દબાણોમાં ૪૨ જેટલી દુકાનોને હટાવવાની કામગીરી પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે હાથ ધરવામાં આવેલ.

આ કામગીરી દરમ્યાન પ્રાંત અધિકારી સહિત સીટી સર્વે, નેશનલ હાઈવે ઓથીરીટીના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા

નોંધનીય છે કે, આ કામગીરી દરમ્યાન વેપારીઓએ પણ પૂરતો સહયોગ આપી દબાણો હટાવવામાં આવેલ, આ ઉપરાંત પોલીસ બંદોબસ્ત સાથે વીજ કંપની-પાલિકાના અધિકારીઓ પણ હાજર રહ્યા હતા.

Other News : ચેતજો : આજે ૩૧મી ડિસેમ્બરને લઈ રાજ્યમાં કોમ્બિંગ નાઈટનું આયોજન કરવા DGPએ સુચના આપી

Related posts

વિશ્વમિત્રી ગાંડીતુર : નદી કિનારાના 1500 લોકોનું સ્થળાંતર : છ લોકોના મોત…

Charotar Sandesh

પોલીસ કર્મચારી કે ટીઆરબી જવાન લાંચની માંગણી કરે તો ૧૦૬૪ નંબર ઉપર ડાયલ કરો : આણંદ પોલીસ અધિક્ષક

Charotar Sandesh

જમ્મુ-કાશ્મીરમાં આંતકવાદીઓ સામેની અથડામણમાં ચરોતરના જવાને શહાદત વહોરી : ગામમાં શોકનો માહોલ

Charotar Sandesh