Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

ત્રણ વર્ષ પહેલાં ખરીદેલી કારમાં વારંવાર ખામી સર્જાતા આણંદના વેપારીએ ઢોલ-નગારા વગાડી શો રૂમ પર પહોંચી પરત કરી

કંપનીના શો રૂમમાં

આણંદ : શહેરના એક મારૂતી સુઝુકી કંપનીના શો રૂમમાં સર્વિસ માટે મુકેલ કારમાં વારંવાર ખામી સર્જાતા કારમાંથી ધુમાડા નિકળવાની સમસ્યાનું નિવારણ ન આવતાં વેપારીએ રોષ ઠાલવ્યો હતો. જેમાં પ્રશ્ન હલ ન થતાં આખરે મંગળવારના રોજ તેણે ઢોલ – નગારા વગાડી અનોખો અસંતોષ રજૂ કરી શો રૂમ પર પહોંચ્યાં હતાં અને કાર કંપનીને સુપ્રત કરી દીધી હતી.

આ અનોખા વિરોધથી ભારે ચર્ચાનો વિષય બન્યો હતો

પ્રાપ્ત માહિતી અનુસાર, આણંદમાં રહેતા અને વેપાર કરતાં નિશિત અરોરાએ ફેબ્રુઆરી ૨૦૧૯માં અમદાવાદના એસજી હાઈવે પર આવેલા મારૂતી સુઝુકી કંપનીમાંથી સાત લાખ ઉપરાંતના ખર્ચે કાર ખરીદી હતી. થોડા સમય કાર ચલાવ્યા બાદ અચાનક કારમાં ધુમાડા નિકળતાં હતાં. આથી, તેઓએ આણંદ ખાતેના કંપનીના શો રૂમમાં સર્વિસ માટે મુકી હતી. આ સર્વિસ બાદ પણ સમસ્યા જેમની તેમ રહી હતી.

જોકે, તેઓએ છેલ્લા ત્રણ વરસમાં અનેક વખત ગાડી રેપેરીંગમાં મુકી હતી. આમ છતાં કોઇ ફર્ક પડ્યો નહતો. સમસ્યાનું નિવારણ ન થતાં આખરે કંટાળી નિશિત અરોરાએ કંપની સર્વિસ અને ખામી બાબતનો દબાવી રાખેલો રોષ મંગળવારના રોજ ઢોલ – નગરા સાથે વાજતે ગાજતે શો રૂમ પર પહોંચી કાર પરત કરવા પહોંચ્યા હતા.

Other News : માંડવી તાલુકાના નાના ગામની પુત્રવધુ ન્યુજર્સીમાં પ્રથમ ભારતીય જજ બની

Related posts

આણંદથી અમેરિકા હવાલા કૌભાંડમાં બે શખ્સોની ધરપકડ : આણંદથી થતું હતું સંચાલન

Charotar Sandesh

આણંદ જિલ્લા પોલીસ જાહેર જનતાજોગ : સોશિયલ મિડીયા ઉપર મુકાતી ભડકાઉ પોસ્ટ ઉપર રહેશે બાજ નજર

Charotar Sandesh

ખંભાત દરિયા કિનારાના 15 ગામો હાઇ એલર્ટ જાહેર કરાયા…!! જાણો…

Charotar Sandesh