Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

આણંદના નવા બસ સ્ટેન્ડને આધુનિક સુવિધાયુક્ત બનાવાશે : ધારાસભ્ય યોગેશ પટેલના પ્રયત્નોથી સરકારનો નિર્ણય

નવા બસ સ્ટેન્ડ

આણંદમાં અધ્યતન નવુ બસ પોર્ટ બનશે : રોજના ૨૦૦૦૦ મુસાફરોને રાહત

ધારાસભ્ય યોગેશ પટેલ બાપજીએ વાહન વ્યવહાર મંત્રીને પત્રથી જાણ કરતા સરકાર દ્વારા તાત્કાલિક નિર્ણય લેવાયો

હાલમાં નવા બસ મથક ૭૦૦૦ ચોરસ મીટરમાં નવા બસ પોર્ટ ઉભું કરાશે

થોડા સમયમાં જ સરકારી મંજૂરીઓ તેમજ અદ્યતન ડિઝાઇન તૈયાર કરી દેવામાં આવશે અને નવા બસ સ્ટેન્ડને આરસીસી સ્ટ્રક્ચર સાથે બાંધકામ કરાશે

આણંદ : શહેરના મધ્ય ભાગમાં આવેલ નવા બસ સ્ટેન્ડમાં ઘણા સમયથી સુવિધાઓનો અભાવ હતો, તેને ધ્યાને લઈ આણંદના ધારાસભ્ય યોગેશ પટેલે પત્ર દ્વારા રાજ્ય સરકારને જાણ કરતા રાજ્ય સરકારના વાહન વ્યવહાર મંત્રી તરફથી આજે મંજૂરી આપી દેવાઈ છે સરકારની મંજૂરી સાથે સરકારી જમીન સંપાદનથી લઈને રેવન્યુ રહે લેવામાં આવતી મંજૂરીનો માર્ગ મોકળોથઈ જવા પામ્યો છે.

અગાઉના વર્ષોમાં આનંદ નગરપાલિકામાં જમીન એસટી નિગમને રૂપિયા એકના ટોકન ભાડે ૯૯ વર્ષના ભાડા પટે ફાળવવાનો બોર્ડમાં ઠરાવ કરવામાં આવ્યો હતો એક વર્ષ અગાઉ ઠરાવને મંજૂર કરવામાં આવ્યો હતો ધારાસભ્ય યોગેશ પટેલ બાપજીએ પ્રજાની સુખાકારી અને ગામડાઓમાંથી આણંદ વિદ્યાનગર માં ભણવા આવતા વિદ્યાર્થીઓને રાહત કરી આપી છે. ધારાસભ્ય યોગેશ પટેલ બાપજી એકમાસ અગાઉ વાહન વ્યવહાર મંત્રી શ્રી હર્ષ સંઘવીને પત્ર દ્વારા નવું અદ્યતન બસ સ્ટેન્ડ મળે તે માટે ની માગણી કરી હતી જે આજે આણંદની જનતાને પ્રાપ્ત થઈ છે.

Other News : ખેડાના આ ગામમાં અમૂલની રેડ : માત્ર ર૦ પશુ છતાં હજારો લીટર દૂધ ભરાવવામાં આવતું હતું !

Related posts

આણંદ જિલ્લાના ખંભાતમાં બાળ મજૂરી કરાવતાં બે વેપારી સામે કાર્યવાહી કરી ૪ બાળકોને પોલિસે મુક્ત કરાયા

Charotar Sandesh

ગરીબોની કસ્તૂરી મોંઘી બની, ૧ કિલો ડુંગળીનો ભાવ અધધધ…૮૦ રૂપિયા..!!

Charotar Sandesh

ઉમરેઠ : સુંદલપુરા ખાતે ભારત બાયોગેસ એનર્જી લિ. પ્લાન્ટની મુલાકાત લેતા રાજયપાલશ્રી આચાર્ય દેવવ્રતજી…

Charotar Sandesh