Charotar Sandesh
ગુજરાત

LRD-PSI બંન્ને ભરતી માટે અરજી કરનારે એક જ વાર શારિરીક કસોટી આપવાની રહેશે

LRD-PSI

ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલની જાહેરાત

અમદાવાદ : રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીઓ જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ સરકારને પડતર ભરતીઓ અને બેરોજગારીનો મુદ્દાઓ યાદ આવી રહ્યાં હોય તેમ જણાઇ રહ્યું છે. ગૃહ વિભાગમાં અત્યાર સુધીની સૌથી મોટી ભરતીની જાહેરાત કરવામાં આવી છે.
નવી સરકાર રચાયા બાદ સરકારના મુદ્દાઓ અને જનતા વિરોધ ચહેરાને બદલવાનો પ્રયાસ થઇ રહ્યો છે. સરકાર દ્વારા ૨૭,૮૪૭ પદો પર ગૃહ વિભાગની ભરતીની જાહેરાત કરવામાં આવી છે. આ ઉપરાંત પીએસઆઇની ૩૦૦ બેઠકો પર ભરતીની અગાઉ જાહેરાત કરાઇ હતી. જીપીએસસી દ્વારા ડીવાયએસપી કક્ષાના પદો માટે જાહેરાત કરવામાં આવી છે.

ભરતી પક્રિયા માટે એલઆરડી ભરતી બોર્ડની રચના કરવામાં આવી છે. જેના અધ્યક્ષ આઇપીએસ અધિકારી હસમુખ પટેલને બનાવવામાં આવ્યા છે. હસમુખ પટેલ મંગળવારે એક મહત્વના નિયમની જાહેરાત કરી હતી જે પીએસઆઇ અને એલઆરડીની ભરતી માટે તૈયારીઓ કરતા ઉમેદવારો માટે ખૂબ મહત્વનો છે.

હસમુખ પટેલ ટ્‌વીટ કરી જણાવ્યું હતું કે, પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને લોકરક્ષકની શારીરિક કસોટી દિવાળી પછી નવેમ્બર મહિનામાં એકસાથે લેવાનું આયોજન થઇ રહ્યું છે. એલઆરડી અને પીએસઆઇ બંને ભરતી માટે અરજી કરનારે એક જ વાર શારીરિક કસોટી આપવાની રહેશે. એક સાથે ભરતીનું આયોજન થઇ રહ્યું હોવાના કારણે શારીરિક કસોટી અલગથી આપવી જરૂરી નથી. માત્ર એક જ વાર શારીરિક કસોટી આપવાની રહેશે.

Other News : ભાવ ઐતિહાસિક સપાટીએ : ગુજરાતના આ શહેરોમાં પેટ્રોલનો ભાવ રૂ. ૧૦૦ને પાર થયો

Related posts

ત્રીજી લહેરના ભય વચ્ચે ભાદરવી પૂનમની ઉજવણી થશે કે કેમ તે અંગે ભક્તો ચિંતીત

Charotar Sandesh

૨૪ કલાકમાં રાજ્યમાં એક પણ પોઝિટિવ કેસ નહિ : ૪-૫ દિવસ અતિ મહત્ત્વના…

Charotar Sandesh

ટ્રાફિકના નવા કાયદાના વિરોધમાં સવિનય કાનૂન ભંગ સાથે કૉંગ્રેસની ‘ગાંધી સંદેશ યાત્રા’

Charotar Sandesh