નવી દિલ્હી : કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે પ્રધાનમંત્રીના પ્રવાસથી જોડાયેલી તસવીરો શેર કરતા લખ્યું, નવા ભારતના નવનિર્માણનું સપનું લઇ. પિયૂષ ગોયલે ટિપ્પણી કરી, દેશના નિર્માણમાં દરેક પળે આગળ પ્રધાનમંત્રીજી. જે દેશના નવનિર્માણમાં પાછલા ૭.૫ વર્ષથી થાક્યા વિના, થંભ્યા વિના ચાલતા જઇ રહ્યા છે. આજે તેમનું પોતે નવા સંસદ ભવનના નિર્માણ સ્થળે જવું દર્શાવે છે કે તેઓ પોતાના સમયની દરેક પળ માત્ર અને માત્ર દેશની સેવામાં અપર્ણ કરી ચૂક્યા છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રવિવારે ૨૬ સપ્ટેમ્બરના રોજ મોડી સાંજે સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટનું નિરીક્ષણ કરવા પહોંચ્યો. પ્રધાનમંત્રીએ ઈજનેરો સાથે ચર્ચા કરી અને મજૂરોના હાલચાલ જાણ્યા. સોશિયલ મીડિયા પર સામે આવેલી તસવીરોમાં પ્રધાનમંત્રી માથા પર સેફ્ટી હેલમેટ લગાની નિરીક્ષણ કરતા જોવા મળ્યા. એક વર્ગ પ્રધાનમંત્રીના અચાનક આ રીતે પૂર્વ સૂચના અને સુરક્ષા વિના સેન્ટ્રલ વિસ્ટા સાઇટ પર પહોંચવાની ટીકા કરી રહ્યા છે. તો બીજો વર્ગ પ્રશંસા કરી રહ્યા છે.
પૂર્વ IAS અધિકારી સૂર્ય પ્રતાપ સિંહે લખ્યું, પરિધાન મંત્રીજી અમેરિકાથી ગાંધીવાદ અને લોકતંત્રની ક્લાસ લઇ ફર્યા છે
નવી આવાસ યોજના માટે ફોટોગ્રાફર સાથે રાતે જોવામાં રૂચિ છે પણ દેશના અન્નદાતાઓને મળવાનો તેમની પાસે સમય નથી? રાતે સિક્યોરિટી વિના ગયા પણ ફોટોગ્રાફર લઇ જવાનું ભૂલ્યા નહીં. વરિષ્ઠ પત્રકાર રાજેશ જોશીએ એક ન્યૂઝ શેર કરતા પૂછ્યું, પણ ૪ મહિના પહેલા તો CPDWએ સેન્ટ્રલ વિસ્ટા બાંધકામ સાઇટની તસવીરો અને વીડિયોગ્રાફી પર પ્રતિબંધ લગાવ્યો હતો? તો કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરીએ લખ્યું, અમેરિકાના પ્રવાસેથી પરત ફર્યા પછી પેક્ડ શેડ્યૂલ અને તમામ મિટીંગ વ્યસ્તતાઓની વચ્ચે પ્રધાનમંત્રી સેન્ટ્રલ વિસ્ટા પહોંચ્યા. આ દેખાડે છે કે PM માટે આ સિગ્નેચર પ્રોજેક્ટ કેટલો જરૂરી છે. કોંગ્રેસની પ્રવક્ચા સુપ્રિયા શ્રીનેતે પ્રધાનમંત્રી મોદીના પ્રવાસની તસવીરો પર ટિપ્પણી કરી, બર્બાદીઓની ઉજવણી કરતા ગયા… તો આમ આદમી પાર્ટીના નેતા સંજય સિંહે લખ્યું, અરે આટલું પણ નીચે જવાની જરૂર નથી સર, રાજમહેલ જલદી બનશે.
Other News : કેન્દ્ર સરકાર દ્વારા ભારતથી કેનેડાની સીધી ફ્લાઇટને લીલીઝંડી