Charotar Sandesh
મધ્ય ગુજરાત

દેશના 75મા આઝાદી અમૃત મહોત્સવ ભાગરૂપે અગ્રવાલ સમાજ દ્વારા તિરંગા યાત્રા યોજાઈ

તિરંગા યાત્રા (tiranga yatra)

વડોદરા : દેશના 75માં આઝાદી અમૃત મહોત્સવ (azadi ka amrut mahotsav) ને દરેક દેશવાસી રંગેચંગે મનાવી રહ્યો છે. તેમાં પણ હર ઘર તિરંગા અભિયાને દેશભક્તિની ભાવના લોકોમાં પ્રગટ કરી છે, જેના ભાગરૂપે વડોદરા અગ્રવાલ સમાજ ટ્રસ્ટ, અગ્રવાલ યુવા સંઘ અને અગ્રવાલ મહિલા સમિતિ દ્વારા સંયુક્ત રીતે આજે બાઈક પર તિરંગા યાત્રા (tiranga yatra) નું આયોજન કરાયું.

અંદાજિત 125 જેટલી બાઈક સાથે અગ્રવાલ સમાજના લોકો મોટી સંખ્યામાં જોડાયા

ડીજેના સાથે નીકળેલી તિરંગા યાત્રામાં દેશભક્તિના ગીતો વગાડવામાં આવ્યા, જેનાથી દેશભક્તિનો માહોલ બન્યો. તિરંગા યાત્રા (tiranga yatra) નું કડકબજારના વેપારીઓએ ભવ્ય સ્વાગત કર્યું. જેમાં વેપારીઓએ તિરંગા યાત્રા પર ગુલાબના ફૂલોનો વરસાદ કર્યો અને તેવો પણ તિરંગા યાત્રામાં જોડાયા. તિરંગા યાત્રા (tiranga yatra) માં જોડાનાર દરેક વ્યક્તિ માટે ડ્રેસ કોડ પણ રાખવામાં આવ્યો હતો જેમાં પુરુષો માટે સફેદ શર્ટ કે ટી શર્ટ, જ્યારે મહિલાઓ માટે સફેદ કે કેશરી સાડી કે ડ્રેસનો ડ્રેસ કોડ રાખ્યો હતો, એમાં જ તમામ લોકો સજ્જ થઈ તિરંગા યાત્રામાં જોડાયા.

તિરંગા યાત્રાનું ફ્લેગ ઓફ વડોદરા શહેર ભાજપના પ્રમુખ શ્રી ડો. વિજયભાઈ શાહ, વેસ્ટર્ન રેલવેના સિનિયર DOM શ્રી સુનીલ ગુપ્તાજીએ કરી યાત્રાની શરૂઆત કરાવી. તિરંગા યાત્રા ડેરીડેન સર્કલથી શરૂ થઈ કડકબજાર માર્કેટ, કલ્યાણ હોટેલ, સુર્યા પેલેસ હોટલ થી જેતલપુર બ્રિજ, કાશિ વિશ્વેશવર મહાદેવ મંદિર ચાર રસ્તા, ઊર્મિ ચાર રસ્તા થી અગ્રવાલ સમાજ ભવન ખાતે પૂર્ણ થઈ.

રેલીમાં અગ્રવાલ સમાજ ટ્રસ્ટના પ્રમુખ શ્રી હેમંતભાઈ અગ્રવાલ, ટ્રસ્ટીઓ, અગ્રવાલ યુવા સંઘના પ્રમુખ શ્રી અભિષેકભાઈ અગ્રવાલ, મહિલા સમિતિના પ્રમુખ શ્રીમતી ગુંજનબેન અગ્રવાલ સહિત મોટી સંખ્યામાં સમાજના લોકો જોડાઈ તિરંગા યાત્રાને સફળ બનાવી હતી.

  • Ravi Patel, Vadodara

Other News : ગ્રેડ પે મામલે રૂ. ૫૫૦ કરોડનું ભંડોળ મંજૂર કર્યું : જુઓ કોન્સ્ટેબલ-હેડ કોન્સ્ટેબલ-ASIનો પગાર વધારો કેટલો ?

Related posts

અરબી સમુદ્રમાં લો પ્રેશર સક્રિય : કમોસમી હળવાં વરસાદની આગાહી…

Charotar Sandesh

વડોદરામાં તસ્કરો પોલીસના ઘરે ત્રાટક્યા : ૧૯ હજારની ચોરી કરી ફરાર

Charotar Sandesh

વડોદરામાં રાત્રિ કર્ફ્યુ અગાઉ કોરોનાનિયમનું પાલન ન કરતી ૨૦ જેટલી દુકાનો સીલ કરાઈ…

Charotar Sandesh