Charotar Sandesh
ગુજરાત

સરકારે જાહેર કરેલ ૫૦૦ કરોડની સહાયનો અમલ ન કરાતા ગૌશાળાના સંચાલકોએ સેંકડો ગાયો છુટ્ટી મૂકી દીધી

ગૌશાળા-પાંજરાપોળો

જાહેર રસ્તાઓ ઉપર હજારો ગાયો છુટ્ટી મૂકી દેતાં પોલિસે ગૌશાળા સંચાલકોની ધરપકડ કરી છે

ભાજપ સરકાર હિન્દુ વિરોધી છે, તે માત્ર ગાયોના નામે મત મેળવે છે : અમિત ચાવડાનો ગંભીર આક્ષેપ

ડીસા : રાજ્યમાં સરકારે ગૌશાળા-પાંજરાપોળો માટે જાહેર કરેલ રૂપિયા ૫૦૦ કરોડની સહાય અમલી ન કરાતાં ગૌશાળા પાંજરાપોળના સંચાલકો રોષે ભરાયા છે, જેને લઈ આજે ડીસા સહિત બનાસકાંઠાની તમામ ગૌશાળાઓમાંથી અબુલ જીવોને રસ્તા ઉપર છોડી મૂકાતાં પોલીસ સહિત લોકોમાં અફરાતફરી મચી હતી. જે બાદ પોલીસે ગૌશાળા સંચાલકોની અટકાયત કરી બેરિકેડ્‌સ ગોઠવી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

આ સાથે કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ સરકાર સામે ગંભીર આક્ષેપ કરતા જણાવેલ કે, ભાજપ સરકાર હિન્દુ વિરોધી છે, માત્ર ગાયોને નામે મત મેળવે છે. સરકારે જાહેર કરાયેલ ગૌશાળા-પાંજરાપોળ માટે રૂ. પ૦૦ કરોડની સહાય અમલી કરાયા નથી.

Other News : ચુંટણી માહોલ જામ્યો :આણંદ-ખેડા જિલ્લાના ત્રણ-ત્રણ ધારાસભ્યોને રીપીટ કરાયા હોવાના અહેવાલો વહેતા થયા

Related posts

ગુજરાતમાં દારૂબંધી હટાવવા મુદ્દે વિવાદાસ્પદ નિવેદન આપી ઠંડીમાં ગરમાવો લાવતાં ભરતસિંહ સોલંકી

Charotar Sandesh

૧૦૦ વર્ષની વયે નિધન માતૃશ્રી હીરાબાની વિદાય : અંતિમસંસ્કાર ગાંધીનગરમાં થશે

Charotar Sandesh

સીએએ પર વિપક્ષના જુઠ્ઠાણાએ દેશમાં અરાજકતાનો માહોલ બનાવી દીધો છે : અમિત શાહ

Charotar Sandesh