Charotar Sandesh
સ્પોર્ટ્સ

IPL-2022ની અમદાવાદ ટીમના મુખ્ય કોચ તરીકે આશિષ નેહરા

આશિષ નેહરા

મુંબઈ : ગુજરાતમાં અમદાવાદની ટીમે હજુ ઔપચારિક જાહેરાત કરી શકતી નથી કારણ કે તે ’લેટર ઓફ ઈન્ટેન્ટ’ મળ્યા બાદ જ કરી શકાશે. આ ત્રણેયની અમદાવાદની ટીમના ઉચ્ચ અધિકારીઓ દ્વારા મુલાકાત લેવામાં આવી છે અને તેમની આ સિઝન માટે પસંદગી કરવામાં આવી છે.

તમને જણાવી દઈએ કે નેહરા આ પહેલા રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના કોચ રહી ચૂક્યા છે

આશિષ નેહરાએ IPL ૮૮ મેચ રમી છે અને તેણે ૧૦૬ વિકેટ લીધી છે. બીજી તરફ ગેરી કર્સ્‌ટન બેંગ્લોરના બેટિંગ કોચ પણ રહી ચૂક્યા છે અને તેમની પાસે કોચિંગનો લાંબો અનુભવ છે. વિક્રમ સોલંકીની વાત કરીએ તો ઈંગ્લેન્ડના આ ભૂતપૂર્વ ક્રિકેટરને ૩૨૫ ફર્સ્‌ટ ક્લાસ મેચ અને ૪૦૨ લિસ્ટ છ મેચોનો અનુભવ છે. સોલંકીએ ઈંગ્લેન્ડ માટે ૫૧ ODI અને ૩ T20 મેચ પણ રમી છે.

અમદાવાદની ટીમની વાત કરીએ તો માનવામાં આવે છે કે શ્રેયસ અય્યર આ ટીમની કમાન સંભાળી શકે છે. છેલ્લી IPL ઈજા બાદ અય્યરને સ્થાને ઋષભ પંતને દિલ્હી કેપિટલ્સ દ્વારા કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. એવા પણ અહેવાલ છે કે હાર્દિક પંડ્યા અને કૃણાલ પંડ્યા પણ અમદાવાદની ટીમ સાથે જોડાઈ શકે છે.

ભારતના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર આશિષ નેહરા અમદાવાદ IPL ટીમના મુખ્ય કોચ હશે જ્યારે ઈંગ્લેન્ડના ભૂતપૂર્વ ઓપનર વિક્રમ સોલંકી તેના ક્રિકેટ ડિરેક્ટર હશે. ભૂતપૂર્વ વર્લ્‌ડ કપ વિજેતા ભારતના કોચ ગેરી કર્સ્‌ટન આ ટીમના મેન્ટર હશે.

Other News : ગુજરાતની રણજી ક્રિકેટ ટીમમાં સુરતનો ભાર્ગવ મેરાઈ કેપ્ટન તરીકે પસંદગી

Related posts

અશ્વિન પાસે ૮૦૦ ટેસ્ટ વિકેટ ઝડપવાની ક્ષમતા : મુરલીધરન

Charotar Sandesh

IPL 2021માં ઈનામનો વરસાદ : ચેમ્પિયન ચેન્નાઈને ૨૦ કરોડ, રનર્સઅપ કોલકત્તાને ૧૨.૫ કરોડ મળ્યા

Charotar Sandesh

ટોક્યો ઓલિમ્પિક : ઓસ્ટ્રેલિયાની સૉફ્ટબોલની ટીમ હાલ ક્વોરન્ટાઇન…

Charotar Sandesh