Charotar Sandesh
ઈન્ડિયા

આસામ-મિઝોરમ સરહદ વિવાદ વધુ વકર્યો : બંન્ને સરકારો આમને-સામને

આસામ-મિઝોરમ
મિઝોરમમાં આસામ મુખ્યમંત્રી વિરુદ્ધ FIR દાખલ : બંન્ને રાજ્યો વચ્ચે હિંસક અથડામણને લઇ મુખ્યમંત્રી હિમંત બિસ્વા વિરુદ્ધ મિઝોરમ પોલીસે હત્યાનો પ્રયાસ અને ષડ્યંત્રની કલમો હેઠળ ગુનો નોંધ્યો
૨૬ જુલાઈના રોજ આસામ અને મિઝોરમ પોલીસ વચ્ચે હિંસક અથડામણ થઈ હતી જેમાં આસામના ૭ પોલીસ કર્મચારી શહીદ થયા હતા

ગૌહાટી/ઐઝલ : આસામ-મિઝોરમ સરહદ વિવાદને લઈ બંને સરકારો આમને સામને છે. સરહદ પર હિંસક અથડામણને લઈ બંને રાજ્યોમાં તણાવ વ્યાપેલો છે. આ તરફ આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમા વિરૂદ્ધ એફઆઈઆર નોંધાવાઈ છે. મિઝોરમ પોલીસે મુખ્યમંત્રી બિસ્વા સરમા વિરૂદ્ધ હત્યાનું ષડયંત્ર રચવાના આરોપસર કેસ દાખલ કર્યો છે.

આસામે પોતાના નાગરિકોને મિઝોરમ ના જવાની સલાહ આપી : મુખ્યમંત્રી હિમંત બિસ્વા મારા ભાઇ જેવા, આ વિવાદને શાંતિપૂર્ણ રીતે ઉકેલી લઇશું : મિઝોરમ મુખ્યમંત્રી

અગાઉના કેસમાં આસામ પોલીસે મિઝોરમના ૬ અધિકારીઓને સમન પાઠવ્યા હતા. તમામને ૨ ઓગષ્ટના રોજ ઢોલાઈ પોલીસ સ્ટેશનમાં રજૂ થવા કહેવામાં આવ્યું હતું. આસામ પોલીસે મિઝોરમ પોલીસના ડેપ્યુટી કમિશનર અને એસપી રેન્કના અધિકારીઓને સમન પાઠવ્યા છે.

૨૬ જુલાઈના રોજ આસામ અને મિઝોરમ પોલીસ વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. આ ઘટનામાં આસામના ૭ પોલીસ કર્મચારી શહીદ થયા હતા. સંઘર્ષ બાદથી જ આરોપ-પ્રત્યારોપ ચાલી રહ્યા છે અને આસામ સરકાર દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. મિઝોરમ દ્વારા લગાવવામાં આવેલા આરોપ પ્રમાણે સરહદ વિવાદની શરૂઆત આસામથી થઈ છે. આસામ દ્વારા પહેલું ફાયરિંગ કરવામાં આવ્યું હતું અને ત્યાર બાદ મિઝોરમ પોલીસે જવાબ આપ્યો.
આ તરફ મિઝોરમના મુખ્યમંત્રી જોરમથંગાના કહેવા પ્રમાણે આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમા તેમના ભાઈ જેવા છે અને તેઓ આ વિવાદને શાંતિપૂર્ણ રીતે ઉકેલી લેશે.

અતિક્રમણ દૂર કરવા અંગે બંને રાજ્યોની પોલીસ અને નાગરિકો વચ્ચે વિવાદ સર્જાયો હતો. ત્યાર બાદ પરિસ્થિતિ વધુ વણસી હતી અને બંને બાજુથી લાકડીઓ અને પથ્થરોથી હુમલો શરૂ થયો હતો. ગૃહમંત્રી અમિત શાહે તાજેતરમાં આસામની મુલાકાત લીધી હતી. તેમની મુલાકાતના ૨ દિવસ પછી આ હિંસા સામે આવી છે. મિઝોરમ ૧૯૭૨માં કેન્દ્રશાસિત પ્રદેશ અને ૧૯૮૭માં એક રાજ્યના સ્વરૂપે અસ્તિત્વમાં આવ્યું. ત્યારથી જ મિઝોરમનો આસામ સાથે સરહદ વિવાદ ચાલી રહ્યો છે.

આસામ-મિઝોરમ સરહદ પર આ અઠવાડિયાની શરૂઆતમાં હિંસા અને સાત લોકોના મોત બાદ ગુરૂવારે સ્થિતિ શાંત અને નિયંત્રણમાં રહી પરંતુ બન્ને રાજ્યના લોકોના નિવેદનને કારણે ટકરાવ યથાવત રહ્યો હતો. લૈલાપુરમાં આંતરરાજ્યીય સરહદ પર કેન્દ્રીય દળોને તૈનાત કરી દેવામાં આવ્યા છે. બીજી તરફ રાજ્યોની પોલીસના જવાન પોત પોતાની સરહદમાં ૧૦૦ મીટર અંદર રહ્યા હતા. આસામે પોતાના નાગરિકોને મિઝોરમ ના જવાની સલાહ આપી છે. બીજી તરફ મિઝોરમે કેન્દ્રને આસામ દ્વારા લગાવવામાં આવેલી આર્થિક નાકાબંધી હટાવવાની માંગ કરતા કહ્યુ કે સરહદ વિવાદને લઇને કેસ લડવા તૈયાર છે.

Other News : કેન્દ્ર સરકારે કોવિશીલ્ડ અને કોવેકિસનના મિકસ ડોઝના ટ્રાયલને મંજુરી આપી

Related posts

નિષ્ણાંતો સંમતિ આપશે ત્યારે બુસ્ટર ડોઝ આપીશું : કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા

Charotar Sandesh

મ.પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહે કોરોનાને હરાવ્યોઃ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ

Charotar Sandesh

કોરોનાએ વિનાશ સર્જ્યો : ૧ કરોડ લોકો બેરોજગાર થયા…

Charotar Sandesh