Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

નડિયાદમાં BAPS સ્વામિનારાયણ મંદિર પૂર્ણતાને આરે, તડામાર તૈયારીઓનો ધમધમાટ

BAPS સ્વામિનારાયણ

પ. પૂ. મહંતસ્વામી મહારાજ દ્વારા તા. ૦૭ ડિસેમ્બરના રોજ નડિયાદ ખાતે નુતન શિખરબદ્ધ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને ભવ્ય અને દિવ્ય બનાવવા તડામાર તૈયારીઓ

ચરોતરની સાક્ષર ભૂમિ નડિયાદને બેનમૂન નૂતન શિખરબદ્ધ મંદિરની ભેટ મળશે

Nadiad : ચરોતરની સાક્ષર ભૂમિ નડિયાદના આંગણે ભવ્ય શિખરબદ્ધ મંદિરનું નિર્માણ કર્યા ચાલી રહ્યું છે. ભગવાન શ્રીસ્વામિનારાયણથી લઈને અક્ષરબ્રહ્મ શ્રીગુણાતીતાનંદ સ્વામી અને ગુણાતીત પરંપરામાં પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજ પર્યંત પ્રત્યેક ગુરુવર્યો અને સંતો-ભક્તોએ Nadiadની ભૂમિને પાવન કરી છે. વિશ્વવંદનીય સંત બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજના સંકલ્પે નડિયાદના નજરાણા સમાન ભવ્ય અને નયનરમ્ય મંદિરના મંડાણ થયા બાદ Piplag Chokdi, Nadiad Highway નજીક બી.એ.પી.એસ. સંસ્થા દ્વારા નુતન શિખરબદ્ધ મંદિર પૂર્ણતાના આરે પહોંચ્યું છે.

આગામી ૭/૧૨/૨૦૨૩ના રોજ બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજના તારીખ મુજબના જન્મદિને પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજના વરદ હસ્તે આ નુતન શિખરબદ્ધ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા કરાશે. આ માટે સમગ્ર ચરોતરના BAPS ના તમામ સત્સંગ ક્ષેત્રોના સંતો, કાર્યકરો અને સ્વયંસેવકો સેવા આપી રહ્યા છે. આમ મહોત્સવ ઉપક્રમે ૩૫ જેટલા સેવા વિભાગની રચના કરવામાં આવી છે જેમાં ૧૫૦૦ જેટલા સ્વયંસેવકો દિવસ રાત નિઃસ્વાર્થ ભાવે સેવા કરીને સમર્પણની ભાગીરથી વહાવી રહ્યા છે. વિવિધ ક્ષેત્રોના નિષ્ણાત અને અનુભવી સંતો તથા અન્ય સ્વયંસેવકો આ વિભાગોમાં સેવા આપી રહ્યા છે. ટ્રાફિકના પ્રશ્નને પહોંચી વળવા સુંદર પાર્કિંગની વ્યવસ્થા પણ કરાઈ રહી છે.

ભક્તોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને તબીબી વ્યવસ્થા પણ કરવામાં આવી રહી છે. જેમાં મેડિકલ વિભાગના નિષ્ણાત તબીબો અને ઈમરજન્સી મેડિકલ વાહન પણ ચોવીસ કલાક સેવામાં રહેશે. અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણાં સમયથી પુરુષ તથા મહિલા સ્વયંસેવકો રોજ ઉત્સાહ પૂર્વક રાત-દિવસ ખડે પગે રહી સેવા કરી રહ્યા છે. આમ, નિર્માણા-ધીન સમગ્ર મંદિર પરિસરમાં ઉત્સાહ, આનંદ અને ભક્તિભાવ નાં તરંગો ઝીલાઈ રહ્યાં છે.

Other News : રાજ્યના આ જિલ્લાઓમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ શરૂ : ખેડૂતો ચિંતીત

Related posts

આણંદ : તહેવારો નજીક આવતાં ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગ એક્શનમાં : ૧ર દુકાનોમાં દરોડા

Charotar Sandesh

ઈ-ગુજકોપ સોફ્ટવેરની મદદથી ચોરાયેલું બાઈક પકડતી આંકલાવ પોલીસ…

Charotar Sandesh

પાલિકા દ્વારા દબાણ હટાવ ઝુંબેશ : ગેરકાયદે બાંધકામ દબાણ હટાવવા મુદ્દે જા બીલ્લી કુત્તે કો માર જેવા ખેલ !

Charotar Sandesh