Charotar Sandesh
ગુજરાત

વીર નર્મદ યુનિવર્સિટીમાં બીકોમનું પેપર ફૂટ્યું : પરીક્ષા રદ્દ કરાઈ, હવે આગળ પરીક્ષાનું શું થશે, જુઓ

વીર નર્મદ યુનિવર્સિટી

સુરત : રાજ્યમાં પરીક્ષાઓમાં પેપર ફુટવાની ઘટનાઓ વધવા પામી છે, ત્યારે હવે દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં બીએ ઇન્ડિયન ઇકોનોમિક્સ સેમેસ્ટર-૬, બીએ હોમ સાયન્સ પેપર-૧૮, ટીવાયબીએ ગુજરાતી પેપર-૧૮, બીએ ઇંગ્લિશ પેપર-૬, ડિસ્ટ્રિક્ટ પેપર-૧૮ની પરીક્ષા રદ કરાઈ છે.

આ બાબતે વાઇસ ચાન્સેલરના જણાવ્યા મુજબ પેપર ભૂલથી ખૂલી જવાના લીધે આ પરીક્ષા રદ કરવામાં આવી છે. જ્યારે સેનેટ સેમ્બર ભાવેશ રબારીનો આરોપ છે કે બીએ ઇકોનોમિક્સનું સેમેસ્ટર-૬નું પેપર ફૂટ્યુ છે. આ પેપરની પરીક્ષા પહેલા જ આ પેપર કેટલાક વિદ્યાર્થીઓ પાસે જોવા મળ્યું હતું.

વિગતમાં, વાડિયા વીમેન્સ કોલેજમાંથી આ પેપરો ફૂટેલ છે, જો કે આ વાતને હજી સુધી સત્તાવાર સમર્થન મળેલ નથી, પણ કેટલાક વિદ્યાર્થી આગેવાનો દ્વારા આક્ષેપ કરાઈ રહ્યો છે. તેમનું કહેવું છે કે આ તો સ્પષ્ટ રીતે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા થઈ રહ્યા છે. પણ ભાવેશ રબારીના દાવાને યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરે ફગાવી દીધેલ છે. આ પરીક્ષા શરૂ કરાવ્યા પછી તેને રદ કરાઈ હતી. પરીક્ષા શરૂ કરાયાના અડધા કલાક પછી તેને રદ્દ કરવાની જાહેરાત કરાઈ હતી, જેને લઈ વિદ્યાર્થીઓમાં આક્રોશ અને નિરાશા છવાઈ હતી. તેના પગલે વિદ્યાર્થીઓ પાસેથી તરત જ પ્રશ્નપત્ર લઈ લેવામાં આવ્યા હતા.

પરીક્ષાના નવા કાર્યક્રમની ટૂંક સમયમાં જાહેરાત કરવામાં આવશે

વધુમાં, આજે બી-કોમ સેમેસ્ટરનું છેલ્લુ પેપર હતુ. સત્તાવાળાઓના આ પ્રકારના પગલાથી વિદ્યાર્થીઓમાં નિરાશા ઉદ્‌ભવે એ તો સ્વાભાવિક જ છે. આ બાબતે કેટલાય વિદ્યાર્થીઓનું કહેવું હતું કે આ રીતે પેપર કેવી રીતે લેવાય ? વિદ્યાર્થીના ઉજ્જવળ ભવિષ્ય સાથે ચેડા કરવાનો કોઈને પણ હક્ક નથી. દક્ષિણ ગુજરાત યુનિ.માં પણ પાંચ પેપરો ફૂટ્યા હોવાના લીધે તે પાંચેય પેપરોની પરીક્ષા રદ કરાઈ છે અને તેની તારીખ નવેસરથી જાહેર કરાશે.

Other News : દાહોદમાં રૂ. ૨૨ હજાર કરોડના વિકાસ કામોની સોગાદ ધરતા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી

Related posts

માધવસિંહ મિત્ર વર્તુળો અને પુસ્તકોથી હમેશા ઘેરાયેલા રહેતા હતા : શંકરસિંહ વાઘેલા

Charotar Sandesh

રાજકોટ અગ્નિકાંડ : ત્રણેય આરોપી ડોક્ટરોના જામીન મંજૂર કરાયા…

Charotar Sandesh

કોરોના કેસ વધતા અમદાવાદમાં આજથી રાત્રે ૯થી સવારે ૬ વાગ્યા સુધી કર્ફ્યૂ જાહેર…

Charotar Sandesh