Charotar Sandesh
ચરોતર શૈક્ષણિક સમાચાર

ભાદરણ જવાહર નવોદય વિદ્યાલય ખાતે શૈક્ષણિક વર્ષ ૨૦૨૪-૨૫માં ધોરણ-૬માં પ્રવેશ મેળવવા માંગતા વિદ્યાર્થીઓ જોગ

નવોદય વિદ્યાલય

તા. ૦૧/૦૫/૨૦૧૨ થી ૩૧/૦૭/૨૦૧૪ દરમિયાન જન્મેલ વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવવા ઓનલાઈન અરજી કરી શકશે

છોકરા – છોકરીઓ માટે અલગ અલગ રહેવા – જમવાની નિશુલ્ક સુવિધાઓ

આણંદ : ભારત સરકારના શિક્ષણ મંત્રાલય દ્વારા સંચાલિત જવાહર નવોદય વિદ્યાલય, ભાદરણ ખાતે શૈક્ષણિક વર્ષ ૨૦૨૪-૨૫ માટે ધોરણ – ૬માં પ્રવેશ મેળવવા માટે હાલ આણંદ જિલ્લામાં રહેતા હોય અને આણંદ જિલ્લાની સરકાર માન્ય (સરકારી/ખાનગી) શાળાઓમાં ધોરણ- ૫ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ઓનલાઈન અરજી કરી શકશે.

જવાહર નવોદય વિદ્યાલયમાં એડમિશન લેવા ઇચ્છુક વિદ્યાર્થીઓએ નવોદય વિદ્યાલય સમિતિની વેબસાઈટ www.navodaya.gov.in પર તા. ૧૦/૦૮/૨૦૨૩ સુધીમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે, જેની પરીક્ષા તા. ૨૦/૦૧/૨૦૨૪ ના રોજ લેવામાં આવશે.

ભાદરણ જવાહર નવોદય વિદ્યાલયમાં ધો. ૬માં પ્રવેશ મેળવવા ઇચ્છતા વિદ્યાર્થીઓની ઉમર મર્યાદામાં વધારો કરવામાં આવતા હવે ૦૧/૦૫/૨૦૧૨ થી ૩૧/૦૭/૨૦૧૪ વચ્ચે જન્મેલ વિદ્યાર્થીઓ તેમજ જે વિદ્યાર્થીએ ધોરણ ૩, ૪ અને ૫ માં સળંગ અભ્યાસ કરેલ હોઈ તેઓ અરજી કરી શકશે જ્યારે અગાઉ અરજી કરેલ વિદ્યાર્થીઓએ ફરી વાર અરજી કરવાની રહેશે નહી.

જવાહર નવોદય વિદ્યાલય સંપૂર્ણ આવાસીય વિદ્યાલય છે, જેમાં છોકરા – છોકરીઓ માટે અલગ અલગ રહેવા – જમવાની નિશુલ્ક સુવિધાઓ, સાંસ્કૃતિક આદાન – પ્રદાન અને રાષ્ટ્રિય એકતા માટે સ્થળાંતર નીતિ, રમત – ગમત તથા એસ.પી.સી., એન.સી.સી., સ્કાઉટ – ગાઇડ, કલા અને સંગીત જેવી સહ શૈક્ષણિક પ્રવૃત્તિઓ દ્વારા વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ થાય છે તેમ જવાહર નવોદય વિદ્યાલય, ભાદરણના આચાર્યશ્રીએ એક યાદી દ્વારા જણાવ્યું છે.

Other News : ગુજરાતથી મુંબઈ જતી ટ્રેનમાં રેલવે કોન્સ્ટેબલે કરી ફાયરિંગ : ઘટનામાં ૪ લોકોના મોત : જાણો કેમ કરી હત્યા ?

Related posts

અંગ્રેજ બાદ હવે ભાજપ સામે લડવાનો વારો આવ્યો છે : અમિત ચાવડા

Charotar Sandesh

ખેડા જિલ્લામાં કોરોના કેસો વધીને ૨૦૫ થયા, લોકોમાં વધી ચિંતા…

Charotar Sandesh

‘વાયુ’ વાવાઝોડાને કારણે ખેડૂતોમાં આનંદની લહેર, વાવેતર ચારગણું વધ્યું

Charotar Sandesh