ટુંકો બ્રેકો ર, ૩ કે ૬ મહિનાનો હોય શકે છે, આ મારો પોતાનો નિર્ણય છે : ભરતસિંહ સોલંકી
ચુંટણી આવે એટલે કંઈક ને કંઈક ચાલુ થઈ જાય છે, રામનું મંદિર બને અને ભરતને ન ગમે એવું થાય ખરું : ભરતસિંહ સોલંકી
ગાંધીનગર : કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી (bharatsinh solanki) નો રંગરેલીયાનો કથિત વિડીયો વાયરલ થતાં ફરી વિવાદમાં સપડાયા હતા, અને તેઓની છબિ ખરડાવા પામેલ. જે અંગે પરસ્ત્રી સાથેના સંબંધને લઈ આજે ભરતસિંહ પત્રકાર પરિષદ યોજી સ્પષ્ટતા કરી હતી.
પત્રકાર પરિષદમાં મોટું નિવેદન આપેલ કે, હું થોડા સમય માટે રાજકારણમાંથી લઈ રહ્યો છું આ કોઈ હાઈકમાન્ડનો નિર્ણય નથી આ મારો પોતાનો નિર્ણય છે. ચુંટણી આવે એટલે કંઈક ને કંઈક ચાલુ થઈ જાય છે આ એક રાજકીય ષડયંત્ર હોય તેમ મને લાગી રહ્યું છે. મારો ટુંકો બ્રેક ર, ૩ કે ૬ મહિનાનો હોય શકે છે.
રેશ્મા પટેલને મારી મિલકતમાં રસ છે, દોરાધાગા કરાવીને હું ક્યારેય મરીશ તેવું પુછે છે : ભરતસિંહનો ખુલાસો
વધુમાં તેઓએ પત્રકાર પરિષદ યોજતાં જણાવેલ કે, મારી પત્ની રેશ્મા પટેલને મારી મકાન-મિલકતમાં રસ છે, મારી ૩૦ વર્ષની કારકિર્દીને ખતમ કરવાના પ્રયાસ તે કરી રહી છે, હું તેની સાથે છુટાછેડાની રાહ જોઈ રહ્યો છું, હજી મારો ત્રીજા લગ્ન કરવાનો વિચાર છે. તેમજ રાજકારણમાંથી થોડો સમય મારે વિરામ લેવો છે, એ મારો અંગત નિર્ણય રહેશે.
Other News : કોંગ્રેસના દિગ્ગજ નેતા ભરતસિંહ સોલંકીએ તેમની પત્ની સાથેના વિખવાદને લઈ પત્રકાર પરિષદ યોજી : જુઓ શું કહ્યું…