Charotar Sandesh
ઈન્ડિયા

ચૂંટણીમાં હારના ડરથી ભાજપ કરી રહ્યુ છે અરવિંદ કેજરીવાલને મારવાનું કાવતરું : મનીષ સિસોદિયાનો આક્ષેપ

મનીષ સિસોદિયા

નવીદિલ્હી : દિલ્હીના ઉપમુખ્યમંત્રી અને AAPના નેતા મનીષ સિસોદિયાએ ભારતીય જનતા પાર્ટી પર મોટો આરોપ લગાવ્યો છે. ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાએ કાલે તેમના સત્તાવાર ટિ્‌વટર હેન્ડલ પરથી ટિ્‌વટ કર્યું હતું કે ’ગુજરાત અને MCD ચૂંટણીમાં હારના ડરથી ભાજપ દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને મારવાનું કાવતરું ઘડી રહ્યું છે.’

સિસોદિયાનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે બીજેપી સાંસદ મનોજ તિવારીએ ટ્‌વીટ કર્યું હતું કે ‘હું અરવિંદ કેજરીવાલની સુરક્ષાને લઈને ચિંતિત છું’. ભારતીય જનતા પાર્ટી સાંસદ મનોજ તિવારીએ ગુરુવાર, ૨૪ નવેમ્બરના રોજ તેમના સત્તાવાર ટિ્‌વટર હેન્ડલ પરથી ટિ્‌વટ કરીને દિલ્હીના CM અરવિંદ કેજરીવાલની સુરક્ષા અંગે ચિંતા વ્યક્ત કરી હતી.

મનોજ તિવારીએ લખ્યું, ‘હું અરવિંદ કેજરીવાલની સુરક્ષાને લઈને ચિંતિત છું, કારણ કે AAP કાર્યકર્તાઓ અને જનતા સતત ભ્રષ્ટાચાર, ટિકિટના વેચાણ અને જેલમાં બળાત્કારી સાથેની મિત્રતા અને મસાજ એપિસોડને લઈને નારાજ છે. તેમના ધારાસભ્યને પણ માર મારવામાં આવ્યો છે. એટલા માટે દિલ્હીના સીએમ સાથે આવું ન થવું જોઈએ.. સજા કોર્ટે જ આપવી જોઈએ.

મનોજ તિવારીના આ ટિ્‌વટ બાદ દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાએ ટ્‌વીટ કરીને પ્રતિક્રિયા આપી હતી

મનીષ સિસોદિયાએ કહ્યું, ‘ગુજરાત અને MCD ચૂંટણીમાં હારના ડરથી ભાજપ દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને મારવાનું કાવતરું ઘડી રહ્યું છે. તેમના સાંસદ મનોજ તિવારી ખુલ્લેઆમ તેમના ગુંડાઓને દિલ્હીના CM કેજરીવાલ પર હુમલો કરવા માટે કહી રહ્યા છે અને તેના માટે સંપૂર્ણ પ્લાનિંગ કર્યું છે.

હવે એવા અહેવાલ છે કે લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેનાએ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા સહિત આપ નેતાઓના ટ્‌વીટ અને નિવેદનો પર સંજ્ઞાન લીધું છે. એટલું જ નહીં તેણે દિલ્હી પોલીસ કમિશનર સાથે વાત કરી છે અને મુખ્યમંત્રીની સુરક્ષા સુનિશ્ચિત કરવાનું પણ કહ્યું છે.

Other News : વિધાનસભા ચૂંટણી પહેલા ગુજરાતમાં 5G સર્વિસ શરૂ : રાજ્યસભા સાંસદે ટ્‌વીટ કરી આ માહિતી આપી

Related posts

વિચિત્ર દૃશ્ય : ઉ.પ્રદેશમાં કોરોના વેક્સિનને લઇ લોકોમાં ભય : મેડિકલ ટીમને જોઇ લોકો નદીમાં કૂદ્યા

Charotar Sandesh

મહારાષ્ટ્રના થાણે જિલ્લાના ભિવંડીમાં ૩ માળની બિલ્ડિંગ ધરાશાયી : ૧૦ લોકોના મોત…

Charotar Sandesh

મહારાષ્ટ્ર-હરિયાણામાં ૨૧ ઑક્ટોબરે મતદાન, ૨૪મીએ પરિણામ…

Charotar Sandesh