Charotar Sandesh
ગુજરાત

ભાજપ પોલીસ સ્ટેશનોને ઉઘરાણાનો ટાર્ગેટ આપે છે : કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરનો સણસણતો આક્ષેપ

કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોર

રાજકોટ : પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોર, ઉપરાંત અગ્રણી નેતાઓ હાર્દિક પટેલ, ઇન્દ્રનીલ રાજ્યગુરુ, ધોરાજીના એમએલએ લલિત વસોયા સહિતનાએ ઉગ્ર પ્રતિક્રિયા વ્યક્ત કરી છે. કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે નિવેદન આપ્યું હતું કે આજે ભારતીય જનતા પાર્ટી ના રાજ્ય ગૃહ મંત્રી ગુજરાતની સુરક્ષાની જવાબદારી સંભાળે છે ત્યારે બેકોફ બનેલા ગુનેગારો પાસેથી કાકા,બાપા સહિત પોતાના પરિવાર ને પણ સાચવી શકતા નથી.

ત્યારે ગૃહ રાજય મંત્રીએ શરમ કરી રાજીનામુ આપવું જોઈએ તેવી માંગણી કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે કરી છે. રાજકોટના પોલીસ કમિશનર પણ પૈસા ઉઘરાવવા માટે કોઈપણ મુદ્દે ટકાવારી થી જ વાત કરતા હોવાનો આક્ષેપ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો છે.

ગાંધીનગરમાં કોંગ્રેસની કોવિડ ન્યાય યાત્રામાં રાજ્ય સરકાર સામે સનસનીખેજ આરોપ

કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે તો ત્યાં સુધી કહ્યું છે કે ભાજપની સરકારમાં પોલીસને કલેક્શન માટે ટાર્ગેટ અપાયો છે, જ્યારે ઈન્દ્રનીલે સણસણતો આક્ષેપ કર્યો છે કે અગાઉ આ જ પોલીસ કમિશનર અગ્રવાલ નીતિન ભારદ્વાજના ઘરે જઇ પગે પડતા હતા. ભાજપના જ એમએલએ ગોવિંદ પટેલના લેટરબોમ્બ પર કોંગ્રેસ હવે આક્રમક બની છે. રાજકોટના પોલીસ કમિશનર કમિશન લેતા હોવાના ગંભીર આક્ષેપ ખુદ ભાજપના જ ધારાસભ્ય અને રાજ્યસભાના સાંસદ રામ મોકરિયા દ્વારા કરવામાં આવી રહ્યા છે.

બીજી તરફ, કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે ભાજપે પોલીસને ટાર્ગેટ આપ્યો છે. આ કેસમાં ભાજપના ધારાસભ્યએ જ પાર્ટીની પોલ ખોલી છે. તમને બધાં કનેક્શન તાત્કાલિક મળી જાય છે તો પૈસા ઉઘરાવવામાં કેમ કોઈ કનેક્શન નીકળતું નથી.

રાજકોટ પૂર્વ વિધાનસભા બેઠકના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરુએ જણાવ્યું હતું કે હાલમાં ભાજપ સરકાર સામે ભાજપના જ રાજકોટના બે ધારાસભ્ય એમાં પણ એક મંત્રી અને રાજ્યસભાના સાંસદ ખૂલીને ભ્રસ્ટાચારનો આક્ષેપ કરી રહ્યા છે તેમ છતાં સરકાર એક્શનમાં આવતી નથી અને એના નીચલા અધિકારીને તપાસ સોંપી ભીનું સંકેલવા માગે છે.

Other News : કોરોના મૃતક પરિવારજનોને ૪ લાખનું વળતર માટે કોંગ્રેસની પદયાત્રા યોજાઈ

Related posts

રાજ્યમાં ૫ દિવસ મધ્યમથી ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી…

Charotar Sandesh

અમદાવાદમાં કોરોના બેકાબૂ, ખાનગી હોસ્પિટલમાં ૯૫% બેડ કોરોના દર્દીઓથી ભરાયા…

Charotar Sandesh

ખેતરમાં વીજળી પડતા કપાસનો પાક બળી જતા ખેડૂતે કર્યો આપઘાત, પરિવારમાં શોક

Charotar Sandesh