Charotar Sandesh
બોલિવૂડ

Bollywood : કાર્તિક આર્યનની ફિલ્મ ‘ધમાકા’નું ટ્રેલર રિલીઝ

કાર્તિક આર્યન

મુંબઇ : કાર્તિકનો નવો અવતાર સામે લાવતાં ટ્રેલરે દર્શકોને દરેક વસ્તુની ઝલક આપી છે જે તમને ફિલ્મમાં જોવા મળશે અને અભિનેતાના સંપૂર્ણ નવા પાસાનો પરિચય પણ આપ્યો છે. ’ધમાકા’માં કાર્તિક એક નિષ્ઠુર પૂર્વ ન્યૂઝ એન્કરની ભૂમિકા ભજવે છે. તેના રેડિયો શો પર એક અલાર્મિંગ કોલ આવે છે અને તેને કારકિર્દીમાં પુનરાગમનની તક દેખાય છે. જો કે, તેનું નુકસાન ભારે થવાનું છે. એક સારી ઇમ્પેક્ટ પેદા કરતાં ટ્રેલરે સોશિયલ મીડિયામાં હલચલ મચાવી છે.

ટ્રેલરમાં અભિનેતાનો લુકને ઘણી પ્રશંસા મળી રહી છે અને તેવી રીતે જ તેના અભિનયમાં પણ બદલાવ આવ્યો છે

બોલિવૂડ અભિનેતા કાર્તિક આર્યન પત્રકાર અર્જુન પાઠકના રૂપમાં ડિજિટલ ધમાકો કરવા માટે તૈયાર છે. રામ માધવાણી દ્વારા નિર્દેશિત ફિલ્મ ’ધમાકા’નું ટ્રેલર આજે રિલીઝ થયું છે, જેમાં કાર્તિકના ટ્રાન્સફોર્મેશનથી ફેન્સ આશ્ચર્યમાં મૂકાયા છે.

રસપ્રદ વાત એ છે કે કાર્તિક છેલ્લા ઘણા સમયથી રોમેન્ટિક-કોમેડી જોનર પર રાજ કરી રહ્યો છે, એવું લાગે છે કે ’ધમાકા’ તેની કારકિર્દીનો ટર્નિંગ પોઇન્ટ બની શકે છે.

Other News : Gadar-2 : આખરે ૨૦ વર્ષ બાદ ‘ગદર-૨’ ફિલ્મથી સની અને અમિષા પટેલ કમબેક કરશે

Related posts

પ્રેગ્નેન્સીમાં શૂટિંગ કરવાને લઈને સવાલો કરનારાને કરીનાએ જડબાતોડ જવાબ…

Charotar Sandesh

જ્હાન્વી કપૂર મિરરવર્ક લહેંગામાં ટ્રેડિશનલ લુકમાં જોવા મળી

Charotar Sandesh

ગોવિંદા અને યશરાજ ફિલ્મ્સની કારનો થયો અકસ્માત, જાનહાની ટળી…

Charotar Sandesh