Charotar Sandesh
ઈન્ડિયા

૧૦ એપ્રિલથી મળશે બૂસ્ટર ડોઝ : ૧૮ વર્ષથી વધુના લોકોને બુસ્ટર ડોઝના પૈસા આપવા પડશે, જુઓ વિગત

બૂસ્ટર ડોઝ (booster dose)

નવીદિલ્હી : દેશમાં કોરોનાનું પ્રમાણમાં ધરખમ વધારો થયો છે, ત્યારે કેન્દ્ર સરકારે આરોગ્ય કર્મચારીઓ અને ૬૦ વર્ષથી વધુ ઉંમરના લોકો માટે કોરોના રસીના બૂસ્ટર ડોઝ (booster dose) ની મંજૂરી આપી હતી. કોરોના રસીનો બૂસ્ટર ડોઝ ફક્ત તે લોકો જ આપી શકે છે જે યુવાનોની ઉંમર ૧૮ વર્ષથી વધુ છે અને મહત્ત્વનું એ છે કે, જેઓને ૯ મહિના પહેલા કોવિડ રસીનો બીજો ડોઝ મળ્યો છે.

આ બાબતે સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાના સીઈઓ અદાર પૂનાવાલાએ કહ્યું છે કે, વેક્સિન કોવિશિલ્ડ બૂસ્ટર ડોઝ (booster dose) ની કિંમત ૬૦૦ રૂપિયા હશે. તેની સાથે ટેક્સ પણ ઉમેરાશે, જ્યારે ભારત બાયોટેક દ્વારા હાલમાં રસી કોવેક્સીન બૂસ્ટર ડોઝની કિંમતનો ખુલાસો કરવામાં આવ્યો નથી. આશા છે કે કંપની આ અંગે જલ્દી નિર્ણય લેશે. રસીનો ત્રીજો ડોઝ પણ તમે લીધેલા પ્રથમ અને બીજા ડોઝ જેવો જ હશે.

જો તમે પહેલા કોવેક્સીન લીધી હોય, તો તમારે તે જ રસી લેવી પડશે. એ જ રીતે જો તમને અગાઉ કોવિશિલ્ડ મળી હોય, તો તમારે ફરીથી કોવિશિલ્ડ રસી જ લેવી પડશે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે કો-વિન પ્લેટફોર્મ દ્વારા લોકોને એસએમએસ મોકલવામાં આવશે. એટલે કે, જો તમે ૯ મહિના પહેલા રસી લીધી હોય, તો તમને તેના વિશે મેસેજ દ્વારા જાણ કરવામાં આવશે. પહેલાની જેમ રજીસ્ટ્રેશન ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે કરવામાં આવશે. તેથી જેઓ CoWin પર સ્લોટ બુક કરવા માંગતા નથી, તેઓ ખાનગી રસીકરણ કેન્દ્રો પર બૂસ્ટર ડોઝ લેવા માટે જઈ શકે છે.

હાલમાં દેશમાં ૧૫ વર્ષથી વધુ ઉંમરની લગભગ ૯૬ ટકા વસ્તીને કોરોના રસીનો ઓછામાં ઓછો એક ડોઝ મળ્યો છે

જ્યારે, ૧૫ વર્ષથી ઉપરની વસ્તીના લગભગ ૮૩ ટકા લોકોએ રસીના બંને ડોઝ મેળવ્યા છે.કોરોના મહામારી સામે ચાલી રહેલી લડાઈ વચ્ચે કેન્દ્ર સરકારે શુક્રવારે મોટી જાહેરાત કરી છે. હવે ૧૮ વર્ષથી વધુ ઉંમરના તમામ લોકો કોવિડ-૧૯નો સાવચેતીનો ડોઝ એટલે કે રસીનો ત્રીજો ડોઝ લઈ શકે છે.

Other News : ગુજરાતમાં કોરોનાનો નવો વેરિએન્ટ XEની આ શહેરમાં એન્ટ્રી : મુંબઈથી આવેલ યુવાનનો રીપોર્ટ પોઝિટીવ

Related posts

વિશ્વભરમાં ફેસબુક – વોટ્‌સએપ – ઇન્સ્ટાગ્રામ ઠપ્પ થતાં યુઝર્સ હેરાન…

Charotar Sandesh

કોરોના દરમિયાન દુનિયાએ ભારતના હેલ્થ સેક્ટરની શક્તિ જોઇ : મોદી

Charotar Sandesh

ટ્રમ્પનું ટિ્‌વટર એકાઉન્ટ સસ્પેન્ડ થતા વડાપ્રધાન મોદી ટિ્‌વટર પર નંબર-૧ રાજનેતા બન્યા…

Charotar Sandesh