Charotar Sandesh
ગુજરાત

આજથી ગુજરાત વિધાનસભાના બજેટ સત્રનો પ્રારંભ : ૨૪ ફેબ્રુઆરીને ભૂપેન્દ્ર પટેલ સરકારનું બીજું બજેટ રજૂ થશે

બજેટ સત્ર

ગાંધીનગર : ગુજરાત વિધાનસભાના બજેટ સત્રનો તારીખ ૨૩ ફેબુઆરીના રોજ પ્રારંભ થઈ રહ્યો છે, ત્યારે આ સત્રની શરૂઆત રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના સંબોધનથી શરૂ થશે, બજેટ સત્રના પ્રારંભે સૌ પ્રથમ દિવંગત સભ્યોને શ્રદ્ધાંજલિ અપાશે અને ત્યારબાદ બપોરે રાજ્ય સરકાર ગુજરાત જાહેર પરીક્ષા વિધેયક ૨૦૨૩ ગૃહમાં રજૂ કરશે.

પેપરલીક વિરોધી બિલને રાજ્ય સરકાર સર્વાનુમતે પસાર કરવાનો પ્રયાસ થઈ શકે છે, તો બજેટ સત્ર દરમિયાન ૨૪ ફેબ્રુઆરીએ ભૂપેન્દ્ર પટેલ સરકાર પોતાનું બીજુ બજેટ રજૂ કરશે અને નાણાપ્રધાન કનુ પટેલ વિધાનસભામાં નાણા પ્રધાન તરીકે બીજું બજેટ રજૂ કરશે. તો ૨૯ માર્ચ સુધી બજેટ સત્ર ચાલશે, જ્યારે બજેટ સત્રમાં બિનઅધિકૃત વિકાસ નિયંત્રણ સુધારા વિધેયક ૨૦૨૩ પણ રજૂ કરાશે.

ગુજરાતમાં ભવ્ય જીત બાદ ભૂપેન્દ્ર પટેલની સરકાર ગુજરાતીઓ માટે બજેટ ૨૦૨૩-૨૪માં નવું શું લઇને આવશે ? ખાસ કરીને ખેડૂતો માટે, શિક્ષણ માટે, પ્રવાસન માટે, રોજગારીની યોજનાઓ , મૂડીરોકાણ અંગે બજેટમાં શું નવું આપવામાં આવે છે. ગુજરાત વિધાનસભામાં નાણાં પ્રધાન કનુ દેસાઈ, નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૦૨૩નું ૫૬૦કરોડની પુરાંતવાળુ અંદાજપત્ર રજૂ કર્યુ હતું. જેમાં ગુજરાતમાં ૧૨૦૦૦ સુધીનો પગાર મેળવનારાઓને વ્યવસાય વેરામાથી સંપૂર્ણ મુક્તિ આપવામાં આવી હતી.

વર્ષ 2021-22ની સરખામણીએવર્ષ 2022-23 ના બજેટમાં નાણાકીય ફાળવણી વધુ કરાઈ હતી. ગત વર્ષે નાણાંપ્રધાન કનુભાઈ દેસાઈ તેમની કારકિર્દીનું પ્રથમ બજેટ, ગુજરાત વિધાનસભા ગૃહ સમક્ષ રજૂ કર્યુ હતું. જેમાં નાણાકીય વર્ષના અંતે રૂપિયા ૫૬૦.૦૯ કરોડની પુરાંત રહેવાનો અંદાજ રખાયો હતો.

Other News : ધો. ૧૦ અને ધો.૧૨ના વિધાર્થીઓ અને શાળાઓના માર્ગદર્શન માટે ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર જાહેર કરાયો

Related posts

ગુજરાતની અનોખી સિદ્ધિ : બાયોટેક્નોલોજી રિસર્ચ સેન્ટરે શોધ્યું કોરોનાના વંશસૂત્રનું ચક્ર…

Charotar Sandesh

ગૃહમંત્રી અમિત શાહની રૂપાણી સહિત ઉચ્ચ અધિકારીઓ સાથે હાઇલેવલ બેઠક…

Charotar Sandesh

મુખ્યમંત્રી કેજરીવાલ ૬ જૂને ગુજરાતની મુલાકાતે : અમદાવાદ સહિત ઉત્તર ગુજરાતમાં રેલી યોજશે

Charotar Sandesh