Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

આણંદ જિલ્લામાં લમ્પી વાઇરસને અંકુશમાં લેવા તંત્ર સક્રિય : અત્યાર સુધીમાં ૧૦૮૨૮ પશુઓનું રસીકરણ

જિલ્લાના ૭૯ ગામના ૧૪૭ અસરગ્રસ્ત પશુઓ પૈકી ૧૦૧ પશુઓ લક્ષણમાંથી બહાર આવી ગયા હાલ ૭૧ પશુઓ સારવાર હેઠળ

આણંદ જિલ્લામાં લમ્પી સ્કીન ડીસીઝથી કોઇપણ પશુનું મરણ થયેલ નથી

આણંદ : સમગ્ર રાજયમાં ફેલાયેલા લમ્પી સ્કીન ડીસીઝને લઇને રાજયના પશુપાલન વિભાગ સાથે જિલ્લા વહીવટીતંત્ર સજજ બન્યું છે. આણંદ જિલ્લામાં લમ્પી સ્કીન (lumpy skeen) ડીસીઝના શંકાસ્પદ કેસો જણાતાં જ જિલ્લા કલેકટર શ્રી મનોજ દક્ષિણી અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી મિલિન્દ બાપનાના માર્ગદર્શન હેઠળ પશુપાલન વિભાગ સર્તક અને સજજ બન્યું છે.

જિલ્લામાં લમ્પી સ્કીન ડીસીઝના રોગચાળાથી પશુધનને બચાવવા માટે અમુલ ડેરી તથા પશુપાલન વિભાગ દ્વારા આ રોગને પહોંચી વળવાની તકેદારીના ભાગરૂપે પશુઓનું રસીકરણ કરવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. આજે જિલ્લા પંચાયત કારોબારી સમિતિના ચેરમેન શ્રી પ્રદીપભાઇ પટેલ અને જિલ્લા પંચાયતના સભ્ય શ્રી બાદલભાઇએ પેટલદાના રણછોડજી મંદિરની ગૌશાળા ખાતે પહોંચી જઇને લમ્પી રોગજ્ઞ સામે રસીકરણનો પ્રારંભ કરાવી પશુપાલન વિભાગની ટીમને પ્રોત્સાહન પુરૂં પાડયું હતું.

શ્રી પટેલે વધુમાં પશુપાલકોને લમ્પી સ્કીન ડીસીઝથી અસર પામેલ પશુના મૃતદેહના ચામડામાં લાંબો સમય વાયરસ રહેતો હોવાથી આ રોગથી પીડિત પશુનું જયારે મૃત્યુ થાય ત્યારે આ પશુના મૃતદેહનું અન્ય Desking ન કરતા મૃતદેહ સીધો જ વૈજ્ઞાનિક પધ્ધતિથી (ચુનો અને મીઠું) નાંખીને ઊંડા ખાડામાં નિકાલ કરવા અનુરોધ કર્યો છે. તેમણે પશુપાલકોને તંદુરસ્ત પશુને રોગનો ચેપ ના લાગે તે માટે તંદુરસ્ત પશુઓને પહેલા દૂધનું દોહન કરવા અને ત્યારબાદ છેલ્લે અસરગ્રસ્ત થયેલ પશુનું દોહન કરવા સુચવ્યું છે કે જેથી તંદુરસ્ત પશુને ચેપ ન લાગે જયારે અસરગ્રસ્ત પશુનું દૂધ ઉકાળીને પીવા માટે સૂચન કર્યું છે.

Other News : હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત એક પણ મકાન તિરંગો લહેરાવ્યા વગર રહી ન જાય : જુઓ જિલ્લા કલેકટરે શું કરી અપીલ ?

Related posts

આણંદ પંથકની સ્થાનિક સંસ્થાઓના ચૂટણી જંગના પગલે ભરત સોલંકીએ કમાન સંભાળી…

Charotar Sandesh

વલાસણમાં મેલડી માતાના મંદિરમાં મૂર્તિ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ : કીર્તિદાન ગઢવી પર નોટોનો વરસાદ થયો, જુઓ તસ્વીરો

Charotar Sandesh

આણંદ જિલ્લામાં “હું પણ કોરોના વોરિયર્સ” અભિયાન શરૂ થયું…

Charotar Sandesh