Charotar Sandesh
ઈન્ડિયા

દેશમાં ઓમિક્રોન વેરિએન્ટના કેસ પણ ૯ હજારની પાર પહોંચી ગયા

ઓમિક્રોન વેરિએન્ટ

નવીદિલ્હી : ભારતમાં કોવિડ ૧૯ના એક્ટિવ કેસની સંખ્યા વધીને ૧૭,૩૬,૬૨૮ થઈ ગઈ છે. ત્યારે વધુ ૩૧૦ લોકોના સંક્રમણના કારણે મોત થયા છે અને મૃતકોની સંખ્યા વધીને ૪,૮૬,૭૬૧ થઈ ગઈ છે. દેશમાં અત્યાર સુધી કુલ ૩,૫૩,૯૪,૮૮૨ લોકોએ કોરોનાને માત આપી છે. રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધી કોવિડ ૧૯ રસીના ૧,૫૮,૦૪,૪૧,૭૭૦ ડોઝ આપવામાં આવ્યા છે.

દેશમાં કોરોનાના કેસોની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે. દરરોજ ૨.૫ લાખથી વધારે કેસ સામે આવી રહ્યા છે. ત્યારે આજે દૈનિક કેસોમાં ઘટાડો જોવા મળ્યો છે અને છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં કોરોનાના ૨,૩૮,૦૧૮ નવા કેસ સામે આવ્યા છે. ત્યારે ઓમિક્રોન વેરિએન્ટના કેસ પણ ૯ હજારની પાર પહોંચી ગયા છે. રાહતની વાત એ છે કે આઈસીયુમાં દાખલ થનારા દર્દીઓની સંખ્યા ઘણી ઓછી છે.

નિષ્ણાંતો મુજબ દરેક સંક્રમિત નમૂનાનું જીનોમ સિક્વન્સિંગ શક્ય નથી, પરંતુ આ વર્તમાન લહેરમાં મોટાભાગના કેસ ‘ઓમિક્રોન’ના છે.

આંકડાઓ અનુસાર સંક્રમણનો દૈનિક દર ૧૯.૬૫ ટકા અને સાપ્તાહિક દર ૧૪.૪૧ ટકા નોંધવામાં આવ્યો છે. દેશમાં અત્યાર સુધી કુલ ૩,૫૩,૯૪,૮૮૨ લોકો સંક્રમણથી મુક્ત થઈ ચૂક્યા છે અને કોવિડ ૧૯થી મૃત્યુ દર ૧.૩૦ ટકા છે. કોરોના વાઈરસના ૧૬,૪૯,૧૪૩ સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા, અત્યાર સુધી ૭૦,૫૪,૧૧,૪૨૫ સેમ્પલ ટેસ્ટ કરવામાં આવી ચૂક્યા છે.

એક દિવસમાં કોવિડ ૧૯ના ૨,૩૮,૦૧૮ નવા કેસ સામે આવ્યા બાદ દેશમાં કોરોના વાઈરસના કુલ સંક્રમિતોની સંખ્યા વધીને ૩.૭ કરોડ થઈ ગઈ છે

સંક્રમણના કુલ કેસમાં કોરોના વાઈરસના ઓમિક્રોનના ૮,૮૯૧ કેસ પણ સામેલ છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી મંગળવારે સવારે ૮ વાગ્યે જાહેર કરેલા આંકડા મુજબ દેશમાં ૨૯ રાજ્ય તથા કેન્દ્રશાસિત પ્રદેશોમાં અત્યાર સુધી કોરોના વાઈરસના ઓમિક્રોન વેરિએન્ટના ૮,૮૯૧ કેસ સામે આવ્યા છે.

Other News : ભારતમાં કોરોનાની સાથે નવા વેરિએન્ટ ઓમિક્રોનના કેસમાં પણ વધારો

Related posts

ભારતમાંથી ફેલાયો દુનિયાભરમાં કોરોના વાયરસ : લુચ્ચા ચીનનો આરોપ

Charotar Sandesh

ચંદ્રયાન-૨ને એક વર્ષ પૂર્ણઃ ઓર્બિટરે ચંદ્રની ચારેબાજુ ૪૪૦૦ પરિક્રમાઓ પૂર્ણ કરી…

Charotar Sandesh

દેશમાં કોરોનાનાં કેસ ૮૮ લાખને પાર, કુલ મૃત્યુઆંક ૧.૨૯ લાખને પાર…

Charotar Sandesh