Charotar Sandesh
ક્રાઇમ સમાચાર ચરોતર

સાવધાન : આણંદ-તારાપુરમાં ગરબા જોવા ગયેલ પરિવારના ઘરમાંથી ૩.૭૬ લાખની ચોરી થતા ચકચાર

ચોરીની ઘટનાઓ

આણંદ : શહેર સહિત જિલ્લામાં હાલ નવરાત્રિ પર્વને લઈ ઠેર-ઠેર ગરબાના આયોજન ખૂબ ઉત્સાહભેર થઈ રહ્યા છે અને ખૈલેયાઓ ગરબે ઘૂમી રહ્યા છે, ત્યારે બીજી તરફ તસ્કર ટોળકીઓ પણ સક્રીય થઈ છે. આણંદ અને તારાપુરમાં છેલ્લા ર૪ કલાકમાં ઘરફોડ ચોરીની ઘટનાઓ સામે આવી છે.

આ ઘટનાઓ બાદ સ્થાનિકોમાં પોલીસની પેટ્રોલીંગની કામગીરીને લઈ રોષની લાગણી પ્રવર્તી રહી છે

આણંદ શહેરના જીટોડિયા કોર્ટ રોડ સ્થિત તિલક બંગ્લોઝમાં ચોરી થઈ છે, જેમાં મિતુલકુમાર પંચાલ નાઓ રાત્રે પરિવારને લઈ અલારસા ગરબા જોવા ગયેલ. અને પરોઢિયે તેઓ પરત ફરેલ. દરમ્યાન મુખ્ય દરવાજાનું લોક તૂટેલ હતું. તસ્કરોએ તિજોરીમાંથી સોના-ચાંદીના દાગીના અને રોકડા ૬૦ હજાર મળી કુલ ૧.૯૬ લાખની મતાની ચોરી કરી હોવાનું બહાર આવેલ, જે અંગે પોલીસને જાણ કરાતાં ગુનો નોંધાયેલ છે.આ સાથે બીજા બનાવમાં તારાપુરમાં આવેલ વાત્સલ્ય સોસાયટીમાં વેપારી કાન્તીભાઈ ઠક્કર પત્ની ધર્મિષ્ઠાને લઈ વલ્લી ગામે ગયેલ.

દરમ્યાન ચોર ટોળકીએ ઘરમાં પ્રવેશી સોના-ચાંદીના દાગીના સહિત રોકડ રકમ મળી કુલ ૧.૮૦ લાખની મતાની ચોરી થતાં ચકચાર મચી છે. આણંદ ગ્રામ્ય અને તારાપુર પોલીસે ચોરીનો ગુનો નોંધી ડોગ સ્કવોડ અને એફએસએલની મદદ લઈ તપાસ હાથ ધરી છે.

Other News : ઘરફોડ ચોરીઓના બનાવો અંગે જિલ્લા પોલિસ તેમજ આણંદ ટાઉન પોલીસ દ્વારા જાહેર જનતાને અપીલ

Related posts

આણંદ : સરકારી સેવાના ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સનો કોરોના વેક્સીનેસનનો પ્રારંભ…

Charotar Sandesh

મહેમદાવાદ સિદ્ધિ વિનાયક મંદિર ૫૧ ગામની ૧૦૧ દિકરીઓને દત્તક લેશે…

Charotar Sandesh

CVM યુનિ.ની બંધારણીય સંસ્થા આર.એન.પટેલ ઈપ્કોવાલા સ્કૂલ ઓફ લો એન્ડ જસ્ટીસનું ગૌરવ…

Charotar Sandesh