Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

કઠલાલમાં શ્રી હરિ રેસીડેન્સી ખાતે શ્રી રામ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી

ભગવાન શ્રીરામ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અયોધ્યા નિમિત્તે ભવ્ય ઉજવણી કરવામાં આવી, કઠલાલ નગર અને સમગ્ર કઠલાલ તાલુકામાં ભગવાન શ્રીરામ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અયોધ્યા નિમિત્તે ભવ્ય ઉજવણી કરવામાં આવી.કઠલાલ નગરના તમામ મંદિરો,શોપિંગ સેન્ટર અને સોસાયટીઓમાં તેમજ સમગ્ર તાલુકાના મંદિરો ને રોશની થી શણગારવામાં આવ્યા હતા તેમ જ રાત્રિના સમયે ભવ્ય આતિશબાજનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.

રામ ભક્તોમાં શ્રીરામ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠાને લઈ અને અનેરો ઉત્સાહ કઠલાલ પંથકમાં જોવા મળી હતી.વહેલી સવારથી કઠલાલ માં તમામ દુકાનો અને ધંધા રોજગાર બંધ રાખી રામ ભક્તો શ્રીરામ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં સહભાગી બન્યા હતા.

કઠલાલ માં આવેલ શ્રી હરી રેસીડેન્સી ખાતે શ્રી રામ જન્મભૂમિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે 108 દીવાની ભવ્ય આરતી,મહાપૂજા તેમ જ આતિશબાજનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.ખૂબ જ ઉત્સાહપૂર્વક આ કાર્યક્રમમાં રામ ભક્તો જોડાયા હતા.કઠલાલના પટેલ વાડો, નળા નો ઢાળ,આશાપુરી મંદિર, ભાવસારવાડ,નાની ખડકી,મુખીની ખડકી સહિત તમામ સોસાયટીઓમાં અને સમગ્ર તાલુકાના ગામોમાં ભગવાન શ્રીરામ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણીના ભાગરૂપે વિવિધ ધાર્મિક કાર્યક્રમો, આતસભાજી સહિતના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા અને સમગ્ર કઠલાલ પંથક રામમય બની ગયું હતું.

સમગ્ર કઠલાલ નગરને તેમજ તાલુકામાં રોશની અને રામ ભગવાનની છબીથી શણગારવામાં આવ્યું હતું અને આ ઐતિહાસિક પ્રસંગમાં સમગ્ર કઠલાલ પંથક રામભક્તિનું સાક્ષી બન્યું હતું.

Other News : પૂરી થઇ 500 વર્ષનો આતુરતા : ગર્ભગૃહમાં બિરાજ્યા રામલલા, પીએમ મોદીએ કરી પ્રાણ-પ્રતિષ્ઠા

Related posts

રાજ્યમાં જૂની પેન્શન સ્કીમ લાગુ કરવાની માંગ સાથે આવતીકાલે શિક્ષકોના ગાંધીનગર ખાતે ધરણા યોજાશે

Charotar Sandesh

ઉમરેઠ : હમિદપુરા ચોકડી પાસે આઈસર ટેમ્પાએ એક્ટિવા ચાલક યુવતીને અડફેટે લેતાં મોત…

Charotar Sandesh

લાંભવેલ ખાતે આવેલ શ્રી હનુમાનજીના મંદિરે ભાવિક ભક્તો હવે દર્શન કરી શકશે : માસ્ક પહેરવું ફરિજીયાત…

Charotar Sandesh