Charotar Sandesh
ઈન્ડિયા

CM આદિત્યનાથ યોગીએ કહ્યું, રામ જન્મભૂમિ મંદિર એ રાષ્ટ્ર મંદિર બનશે, ગર્ભગૃહનો પહેલો પથ્થર મૂક્યો

CM યોગી આદિત્યનાથ (yogi adityanath)

અયોધ્યા : દેશના યુપીમાં અયોધ્યામાં ભવ્ય રામ મંદિર બની રહ્યું છે, મંદિર નિર્માણ માટે આજે ઐતિહાસિક દિવસ છે. આજથી ગર્ભગૃહના નિર્માણનું કામ શરૂ થયું. CM યોગી આદિત્યનાથ (yogi adityanath) એ ગર્ભગૃહના નિર્માણ માટે ગર્ભગૃહનો પહેલો પથ્થર મૂકેલ, આ સાથે જ ૨૯મી મેથી શરૂ થયેલા સર્વદેવ અનુષ્ઠાનું પણ સમાપન થયેલ.

CM યોગી આદિત્યનાથ (yogi adityanath) હવે નિર્માણ સ્થળ પાસે બનેલા દ્રવિડ શૈલીના મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમમાં પણ સામેલ થશે, અયોધ્યા રામ મંદિર નિર્માણ સમિતિના અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રાએ જણાવેલ કે આજથી અધિરચનાનું કામ શરૂ થયેલ, કામ પૂરા કરવા માટે ૩ તબક્કાની સમયમર્યાદા છે.

૨૦૨૩ સુધીમાં ગર્ભગૃહ, ૨૦૨૪ સુધીમાં મંદિર નિર્માણ અને ૨૦૨૫ સુધીમાં મંદિર પરિસરમાં મુખ્ય નિર્માણ થશે

CM યોગી આદિત્યનાથ (yogi adityanath) એ જણાવેલ કે છેલ્લા ૫૦૦ વર્ષથી દેશના સાધુ સંત રામ મંદિર આંદોલન ચલાવી રહ્યા હતા. આજે તે તમામ લોકોના હ્રદયને આનંદ થયો હશે. ગર્ભગૃહની આધારશિલા રાખી દીધી છે, ગોરખનાથ પીઠની ત્રણ પેઢી આ મંદિર આંદોલન સાથે જોડાયેલ હતી.

Other news : રાજ્યની નગરપાલિકાઓ દ્વારા વસુલવામાં આવતા ટેક્ષ-કરવેરાનો સમય વધુ બે મહિના માટે લંબાવાયો

Related posts

ભારતી એરટેલને વધુ એક ઝટકો : વાણિજ્ય મંત્રાલયે બ્લેકલિસ્ટ કરી…

Charotar Sandesh

મોદી સરકારે દેશ અને ઘર બંન્નેનું બજેટ બગાડી દીધું છે : રાહુલ ગાંધી

Charotar Sandesh

એક દાયકામાં ત્રીજી વખત સપ્ટેમ્બર મહિનામાં સૌથી વધુ વરસાદ નોંધાયો

Charotar Sandesh