Charotar Sandesh
ઉત્તર ગુજરાત ગુજરાત

અંબાજી જતા રસ્તાના ઢાબા પર સામાન્ય નાગરિકની જેમ CM ભુપેન્દ્ર પટેલે ચા-પાપડીની મોજ માણી, જુઓ વિડીયો

પ્રસિધ્ધ યાત્રાધામ અંબાજી

પવિત્ર યાત્રાધામ અંબાજીના સાનિધ્યમાં આવેલા કોટેશ્વર ધામના નવિનીકરણનું ભૂમિપૂજન કરતા મુખયમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ

રૂ. ૩ કરોડના ખર્ચે કોટેશ્વર મહાદેવ મંદિરનું આધુનિકરણ કરાશે

અંબાજી : ચૈત્રી નવરાત્રિના પાવન પ્રસંગે પ્રસિધ્ધ યાત્રાધામ અંબાજી ખાતે પધારેલા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના હસ્તે અનેક વિકાસ કાર્યોનું ભૂમિપૂજન અને લોકાપર્ણ કરાયા છે,ત્યારે અંબાજીના સાનિધ્યમાં આવેલા પ્રાચીન કોટેશ્વર મહાદેવના આધુનિકરણના પ્રોજેકટનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

રૂ. ૩ કરોડના ખર્ચે યાત્રાળુઓ માટે યાત્રિક સુવિધા કેન્દ્ર, રેમપની કામગીરી, પગથિયાનું રીનોવેશન, હયાત મંદિર અને પરીસરનું રીનોવેશન, ગૌમુખ કુંડ રીનોવશન તથા નવિન કામ, સરસ્વતી માતાની પ્રતિમાનું નિર્માણ, ગાર્ડનીંગ તથા પ્રવેશદ્વાર સહિતના આધુનિકરણના કામો હાથ ધરાશે.

અત્રે ઉલ્લેખનીય છે કે મંદિરથી પરત ફરતા મુખ્યમંત્રી શ્રી સામાન્ય નાગરીકની જેમ સ્થાનિક ગ્રામજનો સાથે તેમના સામાન્ય જીવનમાં મુશકેલી વિષે ચર્ચા કરી તેમના બાળકોના આરોગ્ય અને શિક્ષણ વિષે વિસ્તૃત વાત કરી હતી. મુખયમંત્રી શ્રીએ સહજ ભાવે સ્થાનિક સાથે ચા ની ચુસ્કી લગાવી પાપડી-ઝલેબી આરોગ્યા હતા.

Advocate Mukesh Danak – Mo. 72260 11144

Other News : સ્ટેટ મોનિટરિંગ સેલના SP નિર્લિપ્ત રાય એક્શનમાં : સટ્ટો-દારૂ-જુગારની માહિતી આપવા નંબર જાહેર કર્યો

Related posts

’મહા’ વાવાઝોડું ગુજરાત તરફ ફંટાયું, ૬-૭ નવેમ્બરે ભારે પવન સાથે વરસાદની આગાહી…

Charotar Sandesh

રાજ્યના ભાવનગર અને સુરેન્દ્રગરમાં બર્ડ ફ્લુનો ખતરો…

Charotar Sandesh

ચૂંટણીમાં ભવ્ય વિજય બાદ સીએમ રૂપાણીએ પત્ની સાથે અંબાજીમાં નમાવ્યું શીશ…

Charotar Sandesh