Charotar Sandesh
ગુજરાત

CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે કાંકરેજ તાલુકાના કાકર ખાતે વિચરતી જાતિની વસાહત અને છાત્રાલયનું લોકાર્પણ સંપન્ન

કાંકરેજ તાલુકાના કાકર

ગુજરાત દેશના વિકાસનું ગ્રોથ એન્જિન છે ત્યારે કોઈ પણ વ્યક્તિ વિકાસની મુખ્ય ધારાથી વંચિત પાછળ ન રહી જાય તેની ચિંતા સરકાર કરે છે : CM

Gandhinagar : મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના કાકર ખાતે વિચરતી જાતિની વસાહત અને છાત્રાલયનું લોકાર્પણ કર્યુ હતું. એક જગ્યાએથી બીજી જગ્યાએ રોજી રોટી માટે ફરતા રહેતા અને ખુલ્લા આકાશ નીચે જીવન જીવતા ઘરવિહોણા વિચરતી જાતિના પરિવારોને કાકરના વાદીપૂરા ખાતે મુખ્યમંત્રીશ્રીએ મકાનની ચાવી અર્પણ કરી ગૃહ પ્રવેશ કરાવતાં હવે તેમને કાયમી સરનામું મળ્યું છે.

મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, ગુજરાત વિકાસનું ગ્રોથ એન્જિન છે ત્યારે કોઈ પણ વ્યક્તિ વિકાસની મુખ્ય ધારામાં પાછળ ન રહી જાય તેની ચિંતા આ સરકાર કરે છે.

મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી આવી વિચરતી જાતિઓની વેદના સમજ્યા અને આ જાતિઓને આવાસ યોજના ,પ્લોટ ફાળવણી જેવા અંત્યોદય વિકાસના કામોને તેમણે અગ્રતા આપી છે.

તેમણે કહ્યું કે નરેન્દ્રનગર વાદી વસાહતના મકાનોની સાથે સાથે બાળકો ભણી શકે તે માટે હોસ્ટેલ પણ બનાવી છે. હવે બાળકોને ભણવા માટે હોસ્ટેલ સાથેની વ્યવસ્થા થતા તેઓ ભણી ગણીને આગળ વધશે.

આ પ્રસંગે જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી ગજેન્દ્રસિંહ પરમાર, સાંસદ શ્રી પરબતભાઇ પટેલ અને શ્રી ભરતસિંહ ડાભી, અગ્રણી સર્વ શ્રી ગુમાનસિંહ ચૌહાણ, શ્રી અણદાભાઈ પટેલ, શ્રી નંદાજી ઠાકોર, કલેકટરશ્રી આનંદ પટેલ, પોલીસ અધિક્ષકશ્રી અક્ષયરાજ મકવાણા સહિત સબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Other News : હવે DGP નાગરિકોની સીધી ફરિયાદ સાંભળશે, સ્વાગત પ્લસ ઓનલાઈન કાર્યક્રમની શરૂઆત કરી

Advocate Mukesh Danak – Mo. 72260 11144

Related posts

ક્રાઈમ બ્રાન્ચના દારૂની ભઠ્ઠીઓ પર દરોડા, ૧૧ હજાર લિટર વાંસનો નાશ

Charotar Sandesh

ગુજરાતના નવા મુખ્યમંત્રીએ લકી ગણાતા બંગલા નં. ૨૬માં રહેશે

Charotar Sandesh

ગુજરાતમાં દારૂબંધી મુદ્દે આનંદીબેન પટેલે ફરી માર્યો ટોણો, અહીં ખાવા જેવું છે, પીવા જેવું પણ છે…

Charotar Sandesh