Charotar Sandesh
ગુજરાત

CM ભૂપેન્દ્ર પટેલે IPL વિજેતા ટીમ ગુજરાત ટાઇટન્સના ખેલાડીઓને મુખ્યમંત્રી નિવાસે આમંત્રીત કર્યા, જુઓ તસ્વીરો

Gujarat Titans ટીમે

CM ભૂપેન્દ્ર પટેલે વિજેતા ખેલાડીઓ સાથે કર્યો રસપ્રદ વાર્તાલાપ-યુવા, રમત-ગમત અને સાંસ્કૃતિક વિભાગના મંત્રી Harsh Sanghvi પણ ઉપસ્થિત રહ્યા

ટીમના બધા જ ખેલાડીઓના હસ્તાક્ષર કરેલું ‘બેટ’ CM ભૂપેન્દ્ર પટેલને આપ્યુ

Gandhinagar : CM ભૂપેન્દ્ર પટેલે IPL-૨૦૨૨ ક્રિકેટ ટુર્નામેન્ટની વિજેતા ટીમ ‘ગુજરાત ટાઇટન્સ’ના ખેલાડીઓને મુખ્યમંત્રી નિવાસે આમંત્રીત કરી ગુજરાતની જનતા – જનાર્દન વતી ભાવભર્યું સન્માન કર્યું હતું.

મુખ્યમંત્રીશ્રીએ યુવા, રમત-ગમત અને સાંસ્કૃતિક વિભાગના મંત્રી Harsh Sanghviની ઉપસ્થિતિમાં Winner ખેલાડીઓને પાટણના પરંપરાગત પટોળા ભેટ આપી તેમનું સ્વાગત કર્યું, ત્યારબાદ CMએ સૌ ખેલાડીઓ સાથે સાથે વાર્તાલાપ કર્યો હતો.

આ અભિવાદન સમારોહમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, Gujarat Titans ટીમે તેની ડેબ્યૂ ટુર્નામેન્ટમાં વિજેતા બની સૌ ગુજરાતીઓને ગૌરવ અપાવ્યું છે. Gujarat Titans ટીમને Winner બનતા જોઇને દરેક ગુજરાતીની છાતી ગર્વથી ફુલી જાય તેવો માહોલ Final Matchમાં સર્જાયો હતો.

CMશ્રીએ ખેલાડીઓને પાટણના પરંપરાગત પટોળા ભેટ આપી સ્વાગત કર્યું

ગુજરાત ટાઇટન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાએ ટીમની જીત પાછળનો સફળતા મંત્ર વર્ણવતા કહ્યું કે, વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં એક લાખથી વધારે ગુજરાતી પ્રેક્ષકોએ ઉત્સાહ વર્ધન કર્યું તેનાથી એક અલગ જ ઉર્જા સૌ ખેલાડીઓને મળી હતી.

CM સમક્ષ ટીમના કોચ Ashish Nehra, વાઈસ કેપ્ટન Rashid Khan, ઓપનર Shubhman Gil તથા રિદ્ધિમાન Saha વગેરે ખેલાડીઓએ પોતાના Experience વર્ણવ્યા હતા, આ ખેલાડીઓએ ગુજરાતી ખાનપાન, મહેમાનગતિ and ગુજરાતી પ્રેક્ષકોના ઉત્સાહને વખાણ્યા હતા.

Advocate Mukesh Danak – Mo. 72260 11144

Other News : મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ટોચની ટાટા મોટર્સ અને ફોર્ડ કંપની વચ્ચે ત્રિપક્ષીય સમજૂતી કરાર સંપન્ન

Related posts

મતદાન પહેલા ધનાણીનો ટોણો, કહ્યું-“મતનું દાન થાય, વેંચાણ નહી”

Charotar Sandesh

કોરોના મહામારી : ગુજરાતમાં કુલ કેસોના ૪૭% કેસ એકલા જુલાઈ મહિનામાં જ નોંધાયા…

Charotar Sandesh

@ગુજરાત : બપોર સમાચાર : ક્લીક કરો અને જુઓ હેડલાઈન્સ તારીખ : ૨૪-૦૮-૨૦૨૪

Charotar Sandesh