Charotar Sandesh
ગુજરાત

ગુજરાતના CMને ધમકી અપાઈ : ૧ કરોડ મોકલાવી દો નહીં તો ગુજરાતની ગાદી પર પટેલને રાજ નહીં કરવા દઉ

મુખ્યમંત્રી

અમદાવાદ : હાલમાં એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં બટુક મોરારિ નામના શખ્સે ખુદ ગુજરાતના મુખ્યમંત્રી પાસે ખંડણી માંગી છે અને નહીં તો ઉપાડીને ફેંકી દેવાની ધમકી આપી છે, કથાકારના આ વીડિયો મામલે તેનો સંપર્ક કરવાનો પ્રયાસ કરાયો હતો પરંતુ, તે ફરાર હોવાનું જાણવા મળ્યું છે.

બનાસકાંઠાના એક કથાકારે વીડિયો બનાવી મુખ્યમંત્રીને ધમકી આપતા ખળભળાટ મચ્યો છે

આ વાયરલ વિડીયોમાં શખ્સ જણાવી રહ્યો છે કે, માનનીય ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, હું રામ કથાકાર બટુક મોરારિબાપુ છું. મારો નંબર છે ૯૬૨૪૩… ૧૧ દિવસની અંદર એટલે ૭ તારીખ સુધીમાં ૧ કરોડ રૂપિયા મને ગમે ત્યાં મોકલાવી દેજો. નહીં તો ગુજરાતમાં કોઈ દિવસ પટેલને રાજ નહીં કરવા દવ અને તું પણ અકસ્માતમાં માર્યો જઈશ. એક કરોડ રૂપિયા પકડાવી જજે ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી સમજી ગયા. તમને ગાદીએ બેસાડ્યા છે ને તો એક કરોડની દક્ષિણા આપી જાવ. એક કરોડ, એકપણ રૂપિયો કમ નહીં.અને એ પણ આજે તારીખ ૨૫ થઈ છે. ૫મી તારીખ સુધીમાં ગમે તે માણસને મોકલી એક કરોડ રૂપિયા મને પકડાવી જજો. તો ટેસથી રાજ કરશો અને ગુજરાતની ગાદી પટેલોની રહેશે. નહીં તો દોસ્ત ત્રણ મહિનાની અંદર તને ઉપાડીને ફેંકી દઈશ. હું બટુક મોરારિબાપુ બોલું છું મહેશ ભગત વાવ.

Other News : આણંદ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા જિલ્લા કલેકટર એમ.વાય.દક્ષિણીને આવેદનપત્ર અપાયું

Related posts

હવે મહારાષ્ટ્ર ભાજપે પોતાના ૧૦૫ ધારાસભ્યોને સાચવવા માટે તેઓને અમદાવાદમાં લાવવા પ્રયાસો હાથ ધર્યા, જુઓ વિગત

Charotar Sandesh

કોરોના ડર : ૩ મહિનામાં ૭.૦૫ લાખ લોકોએ જીવન વીમો ખરીદ્યો…

Charotar Sandesh

ગરબાના સ્થળે આડેધડ પાર્કિગ થશે તો મંજુરી રદ, પાર્કિંગ થયેલા વાહનોને દંડ ફટકારાશે…

Charotar Sandesh