ખેડા જિલ્લા પોલીસે ૧૦ જેટલા આરોપીઓની અટકાયત કરી જાહેરમાં ફટકાર્યા, દાખલો બેસાડવા માટે આરોપીઓને સજા આપી
આ ઘટનામાં કેટલાક ગ્રામજનો સહિત ૬થી ૭ પોલીસકર્મીઓ ઘાયલ
ખેડા : જિલ્લાના ઊંઢેલા ગામમાં ગરબા દરમિયાન લઘુમતિ સમાજના લોકોેએ હિંદુ લોકો પર આઠમના ગરબા મહોત્સવમાં ચારેબાજુથી પથ્થરમારો કર્યો હતો, જેમાં ૧૫૦ જેટલા લોકો સામે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
આ ઘટનામાં સ્થાનિક પોલીસ સાથે ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે દોડી આવેલ, જેમાં ૬થી ૭ લોકો સાથે બે પોલીસકર્મચારી પણ ઘાયલ થયા હતા. જો કે આખો વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવાયું છે, અને ચુસ્ત પોલીસ-બંદોબસ્ત ગોઠવાયો છે.
આ સાથે પોલીસે ૧૦ જેટલી વ્યક્તિઓની અટકાયત કરી છે, જ્યારે ૪૩ લોકો સામે નામજોગ ફરિયાદ દાખલ કરાઈ છે, આ ઉપરાંત ૧૫૦ લોકોના ટોળા સામે ફરિયાદ દાખલ કરાઈ છે.
ખેડા જિલ્લા પોલીસે આરોપીઓને જાહેરમાં સજા આપી દાખલો બેસાડવા કાર્યવાહી કરવામાં આવી છે.
Other News : રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ કોંગ્રેસ જોડાશે તેવા સંકેત : બાપુ અને હાઈકમાન્ડ સતત સંપર્કમાં