Charotar Sandesh
ક્રાઇમ સમાચાર ચરોતર

આણંદમાં લેન્ડ ગ્રેબીંગની ફરિયાદ આપતા ધમકી મળી, જુઓ વિગત

લેન્ડ ગ્રેબીંગનો કાયદો

આણંદ : રાજ્યમાં લેન્ડ ગ્રેબીંગનો કાયદો કડક બનાવવામાં આવ્યો છે, ત્યારે આણંદ શહેરમાં એક ઘટના સામે આવી છે. મધુવન સોસાયટીમાં રહેતા કલ્પનાબહેન મુકેશભાઈ શાહના પતિનું ૨૦૧૭માં અવસાન થયું હતું. આ પહેલા તેઓ સુરત ખાતે રહેતાં હતાં.

જોકે, દસ વર્ષ પહેલા તેમને નાણાની જરૂર પડતાં તેઓએ હિતેન્દ્ર રમણ પટેલ નામના વ્યક્તિને મકાન ગીરો મુકી રૂ. એક લાખ લીધાં હતાં

બાદમાં તેઓએ લક્ષ્મીબહેન મારવાડીને મકાનનો કેટલોક ભાગ ભાડે આપ્યો હતો. થોડા સમય પહેલા કલ્પનાબહેને મકાન ખાલી કરવા લક્ષ્મીબહેનને જણાવ્યું હતું. પરંતુ તેઓ ખાલી કરતાં નહતાં. આથી, કલ્પનાબહેને કલેક્ટર કચેરીમાં લેન્ડ ગ્રેબીંગની ફરિયાદ આપી હતી. આ ફરિયાદના પગલે લક્ષ્મીબહેન અને હિતેન્દ્રને મુદ્દતમાં બોલાવવામાં આવ્યાં હતાં.

આથી ગુસ્સે ભરાયેલાં હિતેન્દ્ર અને લક્ષ્મીબહેને ઉશ્કેરાઇને કલ્પનાબહેનને ધમકી આપી હતી. આ અંગે કલ્પનાબહેને આણંદ શહેર પોલીસ મથકે ફરિયાદ આપતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.આણંદ શહેરના મધુવન સોસાયટીમાં રહેતા વૃદ્ધાએ દસ વર્ષ પહેલા ગીરવે મુકેલું મકાન ભાડુઆત મહિલાએ ખાલી ન કરતાં કલેક્ટરમાં લેન્ડ ગ્રેબીંગની ફરિયાદ આપી હતી. આ અરજીના પગલે મહિલા અને ગીરવે લેનાર વ્યક્તિએ વૃદ્ધાને ધમકી આપતાં મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો.

Other News : ગુજરાત ડાયાલિસીસ પ્રોગ્રામ અંતર્ગત પેટલાદની સિવિલ હોસ્પિમાં ડાયાલિસીસ વિભાગનું ઈ-લોકાર્પણ

Related posts

ખેડા જીલ્લાના વિશ્વ પ્રસિદ્ધ વડતાલધામને આંગણે મકરસંક્રાંતિએ ત્રિવેણી પ્રસંગ

Charotar Sandesh

CRIME : ઈનોવા કારમાં આણંદ-બાકરોલના સિધ્ધાર્થ રાવની સુરતના સરથાણામાં ધોળા દિવસે હત્યા…

Charotar Sandesh

આણંદ : ડીઝલના અભાવે એસટીના કેટલાક રૂટો કેન્સલ થતા મુસાફરો રઝડ્યા

Charotar Sandesh