Charotar Sandesh
ગુજરાત

રાજ્યમાં થયેલ વિકાસના કામો સામે ફરિયાદો ઉઠતા સરકારની ઈમેજ બગડી : મુખ્યમંત્રીએ મંત્રીઓનો ક્લાસ લીધો

CM ભુપેન્દ્ર પટેલ

ગાંધીનગર : ગુજરાતની હાલત હાલ ખસ્તા છે. જ્યા જુઓ ત્યા ખાડા, રખડતા ઢોર, ગંદકી અને રોગચાળો. ગુજરાતના પુલ પણ બીમાર હાલતમાં પડ્યા છે. આવામાં ગુજરાત સરકારની ઈમેજ બગડી રહી છે. ત્યારે સરકારે આ ઈમેજના મુદ્દાને ગંભીરતાથી લીધી છે. ત્યારે ગઈકાલે કેબિનેટ બેઠકમાં CM ભુપેન્દ્ર પટેલ મંત્રીઓ અને સચિવો પર બગડ્યા હતા. ગુજરાતમાં ધડાધડ નવા બ્રિજ તૂટી રહ્યાં છે આ બાબતને ગંભીરતાથી લઈને તેઓએ ટકોર કરી હતી.

સાચે જ કહ્યું ક, જો કામોની ગુણવત્તાને લઈને કોઈ પણ ફરિયાદ આવી તો મંત્રીઓ અને સચિવો જવાબદાર રહેશે

ગુજરાતમાં છેલ્લા દોઢેક મહિનામાં ઢગલાબંધ બ્રિજ તૂટી પડવાની, બેસી જવાની, ખાડા પડવાની સમસ્યાઓ ઉભી થઈ રહી છે. આ ઉપરાંત નબળી ગુણવત્તાના બ્રિજ બની રહ્યા હોવાની પોલ પણ ખૂલી રહી છે. આ કારણે સરકારની છબી ખરડાઈ રહી છે. જેની અસર ગઈકાલે યોજાયેલ કેબિનેટ બેઠકમાં જોવા મળી હતી. મુખ્યમંત્રીએ આ બાબતની ગંભીરતાથી નોંધ લીધી હતી.

Other News : આજે શરૂ થશે કાઉન્ટડાઉન : ચન્દ્રના દક્ષિણ ધ્રુવ પર લેન્ડિંગની તૈયારી, આ સમયે લોન્ચિંગ કરાશે ચંદ્રયાન-૩

Related posts

મોંઘવારીના કારણે ભુખ્યા સુઇ જતાં લોકોની ભુખ શું યોગ મટાડશે ? : જયરાજસિંહ પરમાર

Charotar Sandesh

ધસમસતી આવે છે ‘મહા મુસીબત’ : ગુરૂ-શુક્ર અતિ ભારે વરસાદની આગાહી…

Charotar Sandesh

૨ વર્ષમાં દસ્તાવેજ તથા સ્ટેમ્પ ડ્યૂટીની નોંધણીથી કુલ ૬૭૨.૧૭ કરોડની આવક…

Charotar Sandesh