Charotar Sandesh
ગુજરાત

અમદાવાદમાં 144મી રથયાત્રા સમય પહેલા સંપન્ન, રથ નિજમંદિર પહોંચ્યા

ભગવાન જગન્નાથજી
ભકતો વગર ભગવાનની નગરચર્યા
રથયાત્રા રૂટ પર કર્ફયૂ મુક્તિ, ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાની જાહેરાત

અમદાવાદ : ધાર્મિક માહોલમાં ભગવાન જગન્નાથજીની પવિત્ર રથયાત્રા નિકળી હતી. 144 વર્ષના ઈતિહાસમાં પ્રથમ વખત ભાવિકોની ગેરહાજરીમાં ભગવાને નગરચર્યા કરી હતી. બપોર સુધીમાં રથયાત્રા પૂર્ણ થઈ હતી અને તે સાથે કરફયુ પણ ઉઠાવી લેવામાં આવ્યો હતો.

મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે પહિંદવિધિ: મંગળા આરતીમાં અમીત શાહની હાજરી : બપોરે રથયાત્રા હેમખેમ સંપન્ન

ગત વર્ષે અમદાવાદમાં કોરોનાને કારણે નહીં નીકળી શકેલી અષાઢી બીજની પરંપરાગત રથયાત્રા આ વખતે પણ નિયંત્રણો સાથે નીકળી હતી. જો કે ભકતોની ગેરહાજરીમાં પણ ભક્તિમય માહોલ હતો. રથયાત્રાના રૂટ પર કરફયુ છતાં લોકોએ મકાન-ઈમારતોની અગાસી-ધાબા પર ચડીને રથયાત્રાના દર્શન કર્યા હતા અને જય રણછોડના નાદ પોકાર્યા હતા.

ભગવાન જગન્નાથજી

CM વિજય રૂપાણીને સતત પાંચમી વાર ભગવાન જગન્નાથની રથયાત્રાની પહિન્દ વિધિનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ તથા ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા પણ આ વિધિમાં ભક્તિભાવ પૂર્વક સહભાગી થયા હતા. મુખ્યમંત્રીએ દર વર્ષે અષાઢી બીજે પરંપરાગત યોજાતી રથયાત્રામાં આ વર્ષે પણ ભગવાનના રથની અને રથ યાત્રાના મંદિર થી પ્રસ્થાન માર્ગની સોનાની સાવરણીથી સેવા સફાઈ કરી પહિંદ વિધિ સંપ્પન કરી હતી. મુખ્યમંત્રીએ અષાઢી બીજે કચ્છી નૂતન વર્ષ અવસરે કચ્છી સમાજના સૌ ભાઈ બહેનોને નવા વર્ષની શુભેચ્છાઓ આપી હતી.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું કે, કોરોના વાઈરસના સંક્રમણને કારણે આ વર્ષે કોવીડ પ્રોટોકોલ પ્રમાણે રથયાત્રા યોજાઈ છે. ભગવાન જગન્નાથના દર્શન કરીને દેશ અને ગુજરાત રાજ્ય કોરોના મહામારી માંથી બહાર આવી કોરોના મુક્ત રાજ્ય બને તેવી પ્રાર્થના કરી છે.

રેપીડ એકશન ફોર્સ, ચેતન કમાંડો ઉપરાંત ડીસીપી તથા તેનાથી ઉપરના 42 અધિકારી, 74 એસીપી, 230 પીઆઈ, 607 ફોજદાર, 11800 પોલીસ જવાન સહીત 12000થી વધુ સુરક્ષા જવાનોનો બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો.

સંવેદનશીલ વિસ્તારોમાં ધાબા પોઈન્ટ ઉપરાંત જર્જરીત મકાનોમાં પણ પોઈન્ટ ઉભા કરવામાં આવ્યો હતો. રથયાત્રાના પ્રારંભીક બે કલાકમાં જ રથયાત્રા સરસપુર-પાડીયા પહોંચી ગઈ હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પહિંદવિધિ કરાવી હતી. ગૃહપ્રધાન અમીત શાહે પરીસરમાં ગજરાજના દર્શન કર્યા હતા. ઉપરાંત મંગળાઆરતીમાં ભાગ લીધો હતો. જો કે ભકતોની ગેરહાજરીમાં પણ ભક્તિમય માહોલ હતો. રથયાત્રાના રૂટ પર કરફયુ છતાં લોકોએ મકાન-ઈમારતોની અગાસી-ધાબા પર ચડીને રથયાત્રાના દર્શન કર્યા હતા અને જય રણછોડના નાદ પોકાર્યા હતા.

Related News : રથયાત્રા : યાત્રાધામ ડાકોરમાં પરંપરાગત નીકળતી રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં આજે સંપન્ન

Related posts

લગ્નમાં જતા પરિવારને અકસ્માત નડ્યોઃ એસટી મોયરસાયકલને અડફેટે લેતાં સવારનું મોત

Charotar Sandesh

આઈપીએલ ૨૦૨૨ના પ્લે ઓફ મુકાબલા અમદાવાદ સ્ટેડિયમમાં રમાય તેવી સંભાવના

Charotar Sandesh

સુરતમાં ડ્રગ્સ અને કોફી શોપ, કપલ બોક્સના દૂષણને દૂર કરે પોલીસ : સમાજના અગ્રણીઓની માંગ

Charotar Sandesh