Charotar Sandesh
ગુજરાત

કોરોના અને ઓમિક્રોનના ભય વચ્ચે અમદાવાદમાં પતંગોત્સવની રિવરફ્રન્ટ પર તડામાર તૈયારીઓ !

કોરોના અને ઓમિક્રોન

શું કોરોના અને ઓમિક્રોનના ભય વચ્ચે થશે ઉત્સવ

અમદાવાદ : ભારતમાં કોરોના વાયરસનો નવો વેરિયેન્ટ ઓમિક્રોન વિદેશથી આવતા પ્રવાસીઓથી ફેલાય છે. આમ છતાં આ કાઇટ ફેસ્ટિવલમાં ભાગ લેવા માટે વિદેશના ૪૦૦થી વધુ પતંગબાજોને આમંત્રણ આપવામાં આવ્યું છે.

જોકે, કોરોનાના વધતા કેસને પગલે વિદેશના પતંગબાજો જ આ કાઇટ ફેસ્ટિવલમાં ભાગ લેવાનું ટાળે તેની સંભાવના છે. આ ઉપરાંત દેશભરમાંથી ૧૨૦૦થી વધુ પતંગબાજો કાઇટ ફેસ્ટિવલમાં ભાગ લેવાના છે.

નોંધનીય છેકે કોરોના અને ઓમિક્રોનના કેસોના વધારાની સાથે પતંગોત્સવની ઉજવણીને લઇને અનેક સવાલોએ જન્મ લીધો છે. ત્યારે કોરોનાને પગલે વિદેશી મહેમાનો ગુજરાતમાં આવે તેવી સંભાવનાઓ નહિવત દેખાઇ રહી છે. ત્યારે પતંગોત્સવની ઉજવણીનો ઉત્સાહ કેવો જળવાશે. અને, ઉત્સવ કેટલો સફળ રહે છે તેને લઇને પણ સવાલો ઉઠી રહ્યાં છે. તો ગત વરસે કોરોના મહામારીને પગલે પતંગોત્સવની ઉજવણી કરવામાં આવી ન હતી. ત્યારે આ વરસે કોરોનાના કેસોના વધારા વચ્ચે ફેસ્ટિવલની તૈયારીઓ આરંભી દેવામાં આવી છે.

ગુજરાતમાં કોરોના તથા ઓમિક્રોનના કેસમાં ચિંતાજનક રીતે વધારો થઇ રહ્યો હોવા છતાં સરકાર બેફિકર હોય તેમ વિવિધ ‘ઉત્સવો’ ની ઉજવણીમાં ગળાડૂબ છે

વાયબ્રન્ટ ગુજરાત, ફ્લાવર શો, નદી ઉત્સવ બાદ હવે સરકાર દ્વારા ‘કાઇટ ફેસ્ટિવલ’ ઉજવવાની જાહેરાત કરી દેવામાં આવી છે. અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતે આગામી ૯ થી ૧૪ જાન્યુઆરી દરમિયાન કાઇટ ફેસ્ટિવલ યોજવાની તૈયારીઓનો પ્રારંભ કરવામાં આવ્યો છે.

Other News : PM મોદીએ રાષ્ટ્રજોગ સંબોધન કર્યું : ૩ જાન્યુઆરીથી ૧૫ થી ૧૮ વર્ષના બાળકોને વેક્સિન અપાશે, જાણો અન્ય વિગત

Related posts

હાઇકોર્ટની વેબસાઇટ ત્રણ મહિનાથી ઠપ થતાં પક્ષકારોને હાલાકી, હાઇકોર્ટ સુધી ધક્કા…

Charotar Sandesh

કોરોનાની માહિતી સીમિત, માસ્ક વગરના લોકો પાસેથી વસુલાયો ૧૧૬ કરોડ દંડ…

Charotar Sandesh

રાજ્યના ૧૬૨ તાલુકામાં વરસાદ, સૌથી વધુ તાપીમાં સવા પાંચ ઇંચ વરસાદ વરસ્યો…

Charotar Sandesh