Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

પોતાના પર હુમલો થવાની આશંકાના પગલે કોંગ્રેસ નેતા ભરતસિહ સોલંકીને પોલીસ દ્વારા સુરક્ષા અપાઇ

કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકી

Anand : પૂર્વ કેન્દ્રીય મંત્રી અને કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકી ઉપર હુમલો થવાની આશંકા વ્યક્ત કરવામાં આવતા પોલીસ દ્વારા એક ગનમેન સાથેની સુરક્ષા આપવામાં આવી છે.

પ્રાપ્ત વિગત અનુસાર છેલ્લા એકમાસ ઉપરાંતથી પૂર્વે કેન્દ્રીય મંત્રી અને કોંગ્રેસના ભરત સોલંકીના સાસારીક જીવનના પ્રશ્ને મામલો ન્યાયાલય સુધી છૂટાછેડાની માગ સાથે પહોંચ્યો છે. ત્યારે પખવાડિયા પૂર્વ ભરતસિંહ સોલંકીને કથિત યુવતી સાથેના સંબંધના પગલે રેશ્માબેન પટેલ(ભરતસિંહના પતી)દ્વારા યુવતીના વિદ્યાનગર માર્ગ સ્થિત છે. બંગલે કેટલાક ઇસમો સામે પહોંચી બબાલ કરવામાં આવી હતી.

જેનો વિડિયો પણ વાયરલ થતાં મુદ્દો ચર્ચાની એરણે ચઢતાં ભરતને યોજેલ પત્રકાર પરિષદમાં પોતે અલ્પ સમય માટે રાજકીય વનવાસ લઇ રહ્યા ઉપરાંત શક્ય હશે તો ત્રીજા લગ્ન કરવાની તત્પરતા દર્શાવના તેમના લગ્ન જીવનમાં આરનું મહત્વ બનવા પામ્યું હોય તેમ રેખા, રેશ્મા અને હવે રિદ્ધિના કારણે ત્રિપલ આર સોશિયલ મીડિયામાં ચમકયું હતું.

રેશ્મા પટેલ દ્વારા યુવીને બંગલે કરવામાં આવેલ બબાલ મુદ્દે યુવતી દ્વારા પોલીસ મથકે અરજી ફરિયાદ કરવામાં આવી છે

જે મુદ્દે તંત્ર દ્વારા કોઈ નકકર કાયૅવાહી કરવામાં ન આવતા કોઇ રાજકીય દબાણ હોવાની ભીતિ પણ સેવવામાં આવી રહી હોય અને જો પોલીસ દ્વારા કાર્યવાી હાથ ધરવામાં ન આવે તો હાઇકોર્ટના દ્વાર ખખડાવવામા આવે તેવી શક્યતા વચ્ચે આજે ભરતસિંહ સોલંકીને પોતાના પર હુમલો થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

Other News : આણંદ વૃંદાવન ગ્રાઉન્ડ ખાતે સખી મેળો તથા વંદે ગુજરાત પ્રદર્શનને મળી રહેલ અભૂતપૂર્વ આવકાર-જનસમર્થન

Related posts

એપીએલ-૨૨ : સહજાનંદ ટાઈગર્સને ૫૯ રને હરાવીને ચેમ્પીયન બનતું નારાયણ નાઈટ રાઈડર્સ

Charotar Sandesh

વડતાલધામ નૈરોબી મંદિર સંપ્રદાયનું આધ્યાત્મિક કેન્દ્ર બનશે, બાંધકામ પૂરજોશમાં શરૂ : ડો સંત સ્વામી

Charotar Sandesh

આણંદ ખાતે ૧૧મા રાષ્‍ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરાઇ : ચૂંટણી પંચ દ્વારા ઇ-એપિક લોન્‍ચ…

Charotar Sandesh